19 ઓગસ્ટથી શૉ કરોડપતિની સિઝન-11 શરૂ થઇ ગયો છે. સોમવારે એટલે કે આજથી કોન બનેગા કરોડપતિની સિઝન-11નો નવો એપિસોડ ટેલિકોસ્ટ થશે. આ પહેલા હોટ સીટ પર બેસનાર લોકો ખાસ કમાલ કરી શક્યા નથી અને તમામ પ્રતિયોગીઓ 10 હજારથી લઈ 12 લાખ રૂપિયા સુધીની રકમ જ જીતી શક્યા છે. જો કે હવે ગેમ વધુ રોમાંચક થશે કારણ કે, એવા કન્ટેસ્ટન્ટ હોટસીટ પર આવશે જે કરોડો રૂપિયા જીતી શકે છે. સોમવારે એટલે કે આજથી ટેલિકાસ્ટ થનારા કોન બનેગા કરોડપતિના એપિસોડમાં તમને એક એવી મહિલા કન્ટેસ્ટન્ટ જોવા મળશે જે 1 કરોડના સવાલનો સામનો કરશે.
19 ઓગસ્ટથી શરૂ થયેલા શૉમાં આપણે ઘણી સફળ અને પ્રેરક સ્ટોરીઝ જોઈ છે. પરંતુ ગેમમાં કોઈ ખાસ પ્રદર્શન નથી કરી શક્યું, જો કે હવે સોમવારે નવું જોવા મળશે. સોની ટી.વી. તરફથી જાહેર કરાયેલા પ્રોમોમાં એવું દેખાઈ રહ્યું છે કે, અમિતાભ બચ્ચન એક મહિલા કન્ટેસ્ટન્ટને એક કરોડ રૂપિયાનો સવાલ પૂછી રહ્યા છે. કે અમિતાભ બચ્ચનન કહે છે આ સિઝનમાં પહેલીવાર 15મો પ્રશ્ન, સાચા જવાબથી 1 કરોડ રૂપિયા, કોઈ લાઈફ લાઈન નથી તમારી પાસે, સાચા જવાબના એક કરોડ, શું કરશો, લૉક કરશો, કે ક્વિટ કરશો ? સામે બેઠેલી મહિલાના ચહેરા પણ સ્પષ્ટ તણાવ દેખાય છે. મહિલા પાણી પીને પોતાની જાતને શાંત કરવાનો પ્રયત્ન કરીને સવાલનો સાચો જવાબ આપવા માટે પ્રયત્ન કરી રહી હોય તેમ દેખાઇ રહી છે. સાથે જ આ વીડિયોમાં મહિલાના પરિવારજનો પણ તણાવમાં દેખાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ એપિસોડ સોમવારે ટેલિકાસ્ટ થશે, જેમાં સિઝનનો પહેલો 1 કરોડ રૂપિયાનો સવાલ પૂછાશે.