બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનનો આજે જન્મદિવસ છે. આજે તે 52 વર્ષનો થઈ જશે. તેના જન્મદિવસની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સેલેબ્સ પાર્ટી માટે તેના અલીબાગ સ્થિત ફાર્મહાઉસ પર પહોંચી ગયા છે. બુધવાર રાતથી જ અહીં ગ્રાન્ડ પાર્ટી શરૂ થઈ ગઈ છે. ચાહકોની ભારે ભીડ જામી છે.
સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરી કેટરીનાએ લખ્યું છે કે, ‘સૌથી દળાયુ, સમજદાર, ધ્યાન રાખનારામાંથી એક જેને હું જાણું છું. જે પ્રેમ તમને બીજાને આપો છે, તે તમને મળે છે.’ દીપિકા અને આલિયાની સાથે શાહરૂખે પોતાની આવનારી ફિલ્મ માટે તાજેતરમાં જ શૂટિંગ કર્યું હતું.દીપિકા અને આલિયા પણ પાર્ટીમાં હાજર રહેશે પાર્ટીનું ખાસ આકર્ષણ શાહરૂખની દીકરી સુહાના, એક્ટર રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝાન, એક્ટર સંજય કપૂરની દીકરી શનાયા કપૂર અને એક્ટર ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે રહેશે
અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન સાથે કરણ જોહરે એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.અત્યારે તો પુર જોશમાં તૈયારીઓ ચાલી રહી છે બાદશાહખાનનો 52મો જન્મદિવસ ખુબજ ધામધુમથી ઉજવાશે