છોટે નવાબ સૈફ અલી ખાન અને કરીના કપૂરનો લાડલો તૈમૂર અલી ખાન આજે એક વર્ષનો થઇ ગયો છે. ગત વર્ષે 20 ડિસેમ્બરના રોજ જન્મેલો તૈમૂર તેના જન્મ પહેલાં જ એક સેલિબ્રિટીની જેમ લાઇમલાઇટમાં રહ્યો છે. તૈમૂર તેના નામને લઇને પણ વિવાદો વચ્ચે ઘેરાઇ ચુક્યો છે. જન્મ સમયથી જ તૈમૂરની ક્યૂટ તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં અાવતા રહે છે.
બોલીવુડના સૌથી ફેમસ સ્ટાર કિડ્સમાં તૈમૂરનો પહેલો જન્મદિવસ મુંબઇની કોઇ ફાઇવસ્ટાર હોટેલમાં નહી પરંતુ હૈદરાબાદમાં આવેલા પટૌડી પેલેસમાં ઉજવવામાં આવશે.
ગત વર્ષે ૨૦ ડિસેમ્બરે બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાને તૈમૂરને જન્મ આપ્યો હતો. તેની સાથે જ તેમની ફેમિલીમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કરીના કપૂરે તેના પુત્રના જન્મની સાથે તેનું નામ તૈમૂર રાખશે તેવો ખુલાસો કર્યો હતો. પરંતુ તૈમૂરના નામને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ શરુ થઇ ગયો હતો. ત્યારબાદ કરીના અને સૈફ અલી ખાને તૈમૂર નામના વિવાદ પર લોકોને કડક શબ્દોમાં જવાબ આપ્યો હતો.