મુંબઈ : બોલિવૂડ એક્ટર સંજય દત્તે કેન્સરને હરાવ્યું છે. તેમણે આ અંગે એક નિવેદનમાં જણાવ્યું છે. સંજય દત્ત હવે ઠીક છે. જો કે તેણે સોશિયલ મીડિયાથી પોતાને દૂર રાખ્યા છે. પરંતુ થોડા સમય પહેલા તેણે તેની નવી ફિલ્મ ‘Torbaaz’નું ટ્રેલર ચાહકો સાથે શેર કર્યું હતું. નેટફ્લિક્સ ઈન્ડિયાએ તેમની નવી ફિલ્મ ‘Torbaaz’નું ટ્રેલર લોન્ચ કર્યું છે. ફિલ્મનું આ ટ્રેલર 2 મિનિટ 14 સેકેંડનું છે.
આમાં સંજય રેફ્યુજી કેમ્પમાં રહેતા બાળકોને ક્રિકેટ શીખવતા નજરે પડે છે. તે એક્સ-આર્મીના ડોક્ટરની ભૂમિકા નિભાવી રહ્યો છે, જે બાળકોના કોચ રહે છે. ટ્રેલરમાં રાહુલ દેવને આતંકવાદી તરીકે દર્શાવવામાં આવ્યો છે. તે આતંકી સંગઠનનો વડા બન્યો છે. રાહુલ દેવ રેફ્યુજી કેમ્પમાં રહેતા બાળકોનો ઉપયોગ આતંકી પ્રવૃત્તિઓ માટે કરે છે.