Bade Miyan Chote Miyan: અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સ્ટારર ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ સતત ચર્ચામાં છે. ફિલ્મના ટીઝર અને ગીતો રિલીઝ થયા બાદથી દર્શકોમાં આ ફિલ્મને લઈને ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. દર્શકો પણ ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ હવે તેમની રાહનો અંત આવવાનો છે. નિર્માતાઓએ ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટની જાહેરાત કરી દીધી છે. અલી અબ્બાસ ઝફર દ્વારા નિર્દેશિત ‘બડે મિયાં છોટે મિયાં’નું ટ્રેલર 26 માર્ચે રિલીઝ થશે.
