મુંબઈ : સીરીયલ ‘શક્તિ: અસ્તિત્વ કે એહસાસ કી’ની ફેમ એક્ટ્રેસ ગૌરી ટોંક હવે આ શોમાં જોવા મળશે નહીં. ગૌરીએ આ શો છોડી દીધો છે. આ સાથે, ગૌરીએ ઇન્સ્ટા પર આખી ટીમ માટે ભાવનાત્મક પોસ્ટ લખી છે.
સિરિયલ શક્તિમાં ગૌરીએ પરમીત સિંહની ભૂમિકા ભજવી હતી. પરિવારની સલામતીને ધ્યાનમાં રાખીને ગૌરીએ આ શો છોડી દેવાનો નિર્ણય કર્યો છે. મુંબઇમાં કોરોનાના વધતા જતા કેસોને જોઇને ગૌરીએ હજી શહેરમાં પાછા ન ફરવાનો નિર્ણય લીધો છે. ગૌરી હાલમાં પોતાના પરિવાર સાથે હરિયાણાના સોનીપતમાં છે.
ગૌરીએ પોસ્ટ લખી
ગૌરીએ ઇન્સ્ટા પોસ્ટમાં લખ્યું – ભારે હૃદયથી … મને પરમીતની ભૂમિકા ભજવવી ખૂબ જ ગમતી હતી. મને શો ‘શક્તિ: અસ્તિત્વ કે એહસાસ કી’ ખુબ ગમે છે. હું મારી ટીમને ખૂબ જ યાદ કરીશ. પરંતુ હવે સ્થિતિ એવી છે કે મારે આ નિર્ણય લેવો પડ્યો. આ નિર્ણય લેતા પહેલા મને ઘણી રાતે ઊંઘ નહોતી આવી. મારી ઘણી સવાર ચિંતામાં રહી, આ નિર્ણય લેવામાં વ્યગ્ર હતી. મને સમજવા અને ટેકો આપવા બદલ કલર્સ ટીવીનો આભાર. ગૌરીની આ પોસ્ટ પર ચાહકોના રિએક્શન પણ આવી રહ્યા છે. તે આ શોમાં અભિનેત્રીને મિસ કરવા અંગે લખી રહ્યા છે.