નવી દિલ્હીઃ ચૂંટણીની સીઝનમાં વિવિધ રાજકીય પક્ષો તેમની પોતાની શૈલીમાં લોકોને આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકસભા ચૂંટણીને પગલે રાજકીય પક્ષો લોકોને પોતાની તરફ વાળવા માટે દરેક પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન ટીવી શો ‘ભાભીજી ઘર પર હે’ શોમાં વર્તમાન સરકાર (મોદી સરકાર)ની યોજનાઓનો પ્રચાર કરવામાં આવ્યો હતો.
ગયા દિવસોમાં પ્રસારિત થયેલા શોમાં, મનમોહન તિવારી અન્ય કલાકારોની ગંદકીના ફેલાવાને લીધે ફટકાર લગાવે છે. તે કહે છે, “તમે લોકો કાનપુર શહેરને બરબાદ કરી દીધું છે. જાગરૂકતાની અભાવને લીધે, સ્વચ્છતા અભિયાનની વાત થોડાક વર્ષ પહેલા ફેલાયેલી હતી, ત્યારે આ ઝુંબેશ અટકી ગઈ હતી. પરંતુ આજે એક કર્મનિષ્ઠ નેતાને લીધે, આ ઝુંબેશ ફરી સક્રિય થઈ ગઈ છે. ભારત દેશમાં અત્યાર સુધીમાં 9 કરોડથી વધુ ટોઇલેટ તૈયાર કરવામાં આવ્યા છે. હવે નિમ્ન વર્ગોના લોકો ખુલ્લામાં શૌચ કરવા જવાની જરૂર નથી. કારણ કે આપણી વર્તમાન સરકાર સંપૂર્ણ ઉત્સાહ સાથે આ કામમાં જોતરાયેલી છે, ભારતની એકતા અને પ્રામાણિકતાને જોખમ ન પહોંચે. અમે સ્વચ્છ ઝુંબેશ વિશે વાત કરી રહ્યા છીએ. આજે, એક કર્મનિષ્ઠ, જ્ઞાની અને અતુલ્ય પુરુષને કારણે, આપણે સ્વચ્છતાના વાતાવરણમાં શ્વાસ લઈ રહ્યા છીએ.
Yesterday i realized Modi has found another venue to advertise himself. i watch "Bhabhi ji ghar par hain" (that's right, deal with it), this TV serial has started to use some not so subtle Product placement/advertisement recently, but yesterday something else happened
…1/n pic.twitter.com/hClL6PErvF— Victim (Heath Ledger) Floperoi (@VictimGames) April 6, 2019
ઉલ્લેખનીય છે કે આ શોના અન્યેક એપિસોડમાં ઉજ્જ્વલા યોજના અંગે પ્રચાર કરવામાં આવ્યો હતો. ચાલો એ વિડીયો પર નજર કરી લો.
Thursday's episode used Swacch Bharat Abhiyan while Friday's episode used Ujjwala Scheme to sing praises of Modi. Pay attention to keywords "humare desh ki akhandta aur ekta ko khatra na pahuche", & "karmath, sushil, gyani, atulniya, purush" used to set the tone. pic.twitter.com/QjZ4fnwHPC
— Victim (Heath Ledger) Floperoi (@VictimGames) April 6, 2019