મુંબઈ : બોલિવૂડના બે એક્શન સ્ટાર ઋત્વિક રોશન અને ટાઇગર શ્રોફની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘WAR’ 2 ઓક્ટોબરના રોજ થિયેટરોમાં આવશે. તે જ સમયે, ઋત્વિક અને ટાઇગરના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. બીજી તરફ, હાલમાં જ રિલીઝ થયેલ ‘WAR’નું પહેલું ગીત ‘ઘૂંઘરું’ આજકાલ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે. એટલું જ નહીં, યુવાનોમાં આ ગીતનો ક્રેઝ એટલો વધી ગયો છે કે ઘણા લોકોએ આ ગીતના ડાન્સ સ્ટેપ્સને ફોલો કર્યા અને તેમના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા છે.
3 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે આ વિડીયો
હાલના દિવસોમાં આવો જ એક વિડીયો આજકાલ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેને ‘ટીમ નાચ’ નામની યુટ્યુબ ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, આ વીડિયોમાં કુલ 2 યુવતીઓએ જબરદસ્ત ડાન્સ કર્યો છે. 21 સપ્ટેમ્બરના રોજ અપલોડ થયેલ આ વીડિયોને અત્યાર સુધી 3 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને તેને ઘણી પ્રતિક્રિયાઓ પણ મળી છે. આ વિડિઓમાં, છોકરીઓની ડાન્સ મૂવ્સ એવા છે, જે તમારું હૃદય જીતી જશે.