મુંબઈ : વિકી કૌશલ, મોહિત રૈના, યામી ગૌતમ અને પરેશ રાવલ સ્ટારર ફિલ્મ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક વર્ષમાં સૌથી વધુ ચર્ચિત ફિલ્મ રહી. ફિલ્મએ ભારતમાંથી કુલ મળીને 244 કરોડ 06 લાખ રૂપિયાની કમાણી કરી, હવે ટ્રેડ એનાલિસ્ટ અનુસાર રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ માનવામાં આવે તો આ ફિલ્મે વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. ઉરી ઇતિહાસની અત્યાર સુધીની 10મી સૌથી વધુ ગ્રોસ કલેક્શન કરનાર હિન્દી ફિલ્મ બની ગઈ છે.
આ વર્ષે 11 મી જાન્યુઆરીના રોજ રજૂ કરાયેલી ફિલ્મનું કુલ બજેટ રૂ. 45 કરોડ હતું. આ ફિલ્મ બ્લોકબસ્ટર હિટ સાબિત થઈ ગઈ છે. તરણ આદર્શે ટ્વિટમાં જણાવ્યું હતું કે ઉરી ધૂમ 3, સુલ્તાન, પદ્માવત , બજરંગી ભાઈજાન, ટાઇગર જિંદા હે,પીકે, સંજુ, દંગલ અને બાહુબલી -2ની પાછળ છે. એસ.એસ રાજામૌલી નિર્દેશિત ફિલ્મ બાહુબલી -2નું હિન્દી વર્ઝન ઇતિહાસની અત્યાર સુધી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે.
#Uri emerges 10th highest grossing *Hindi* film ever… 1. #Baahubali2 [#Hindi], 2. #Dangal, 3. #Sanju, 4. #PK, 5. #TigerZindaHai, 6. #BajrangiBhaijaan, 7. #Padmaavat, 8. #Sultan, 9. #Dhoom3, 10. #UriTheSurgicalStrike. Note: Nett BOC. India biz.
— taran adarsh (@taran_adarsh) March 31, 2019
મોટા મોટા સિતારાને આપી ટક્કર
ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઇક રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ગલી બોયની રિલીઝ પછી પણ સિનેમા હોલમાં ચાલી રહી હતી. આ ઉપરાંત, ટોટલ ધમાલ, કેસરી, મણિકર્નાિકા અને લુકા છુપ્પી જેવી ફિલ્મો રિલીઝ કર્યા પછી પણ આ ફિલ્મની ટિકિટો વેચાવાનું શરુ રહ્યું હતું. આ ફિલ્મ વાસ્તવિક ઘટના પર આધારિત છે અને તેનું નિર્દેશન આદિત્ય ધાર દ્વારા કરવામાં આવ્યું હતું.
#Uri biz at a glance…
Week 1: ₹ 71.26 cr
Week 2: ₹ 62.77 cr
Week 3: ₹ 37.02 cr
Week 4: ₹ 29.34 cr
Week 5: ₹ 18.74 cr
Week 6: ₹ 11.56 cr
Week 7: ₹ 6.67 cr
Week 8: ₹ 3.83 cr
Week 9: ₹ 1.63 cr
Week 10: ₹ 95 lakhs
Week 11: ₹ 29 lakhs
Total: ₹ 244.06 cr
India biz.— taran adarsh (@taran_adarsh) March 31, 2019