બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પોતાના બોલ્ડ અને હોટ અંદાજને કારણે ચર્ચાઓમાં રહે છે. હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘હેટ સ્ટોરી 4’માં પણ તે ખૂબ સેક્સી અવતારમાં જોવા મળી. જોકે, ફિલ્મને અપેક્ષિત સફળતા ન મળી શકી. હવે ઉર્વશી ફરી એકવાર ચર્ચામાં આવી છે પણ આ વખતે આની પાછળનું કારણ તેના નામે થયેલી એક હરકતના લીધે છે. સમાચાર છે કે, ઉર્વશીના નામે ફાઈવ સ્ટાર હોટલમાં એક રૂમ બુક કરાવવા માટે તેના બનાવટી આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અંગે જાણ થતા ઉર્વશીએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી દીધી છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બુકિંગ માટે ઉપયોગમાં લેવાયેલું કાર્ડ ઉર્વશી રૌતેલાનું નથી અને ન તો ઉર્વશીએ બાંદ્રાની કોઈ ફાઈવ સ્ટાર હોટલમાં બુકિંગ કરાવ્યું છે. ઉર્વશી આ હોટલમાં એક ઈવેન્ટ માટે પહોંચી હતી અને હોટલના કર્મચારીએ ઉર્વશીના નામે રૂમ બુકિંગની જાણકારી આપી હતી. સૂત્રો અનુસાર, રાતે 10.30 કલાકે હોટલના એક કર્મચારીએ જ્યારે બુકિંગ વિશે જણાવ્યું ત્યારે ઉર્વશીએ રૂમ બુકિંગ કરાવ્યો હોવાની ના પાડી દીધી. બાદમાં ઉર્વશીએ તરત હોટલ બુકિંગની ડિટેલ્સ લીધી, જેમાં ખબર પડી કે, હોટલનો રૂપ ઑનલાઈન બુક કરવામાં આવ્યો છે.ઉર્વશીએ આ બાબતે પોલીસને સૂચના આપી દીધી છે. પોલીસ IPC 420 ઉપરાંત IT એક્ટ સંબંધિત અન્ય કલમો અનુસાર ગુનો દાખલ કર્યો છે.આ બાબતે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, IP એડ્રેસની તપાસ કરવામાં આવી રહી છે, જેથી જાણકારી મળી શકે કે, બુકિંગ કઈ જગ્યાએથી કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઉર્વશીની ‘હેટ સ્ટોરી 4’ હાલમાં જ રિલીઝ થઈ છે અને હાલમાં અન્ય કોઈ ફિલ્મ કરી રહી નથી. જોકે, તેની પાસે ઘણી ફિલ્મોની ઑફર્સ છે. ઉર્વશી ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’, ‘સિંહ સાહબ ધ ગ્રેટ’, ‘સનમ રે’, ‘ભાગ જોની’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તે સલમાનની ફિલ્મ ‘રેસ 3’માં પણ ગેસ્ટ અપિયરન્સ આપતી દેખાશે. આ ફિલ્મ 15 જૂનના રોજ રિલીઝ થઈ રહી છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.