મુંબઈ : કેટલાક સમય પહેલા અહેવાલ હતા કે કરણ જૌહરની ફિલ્મ ‘કલંક’ લેખક શોના સિંહ બાલ્ડવીનનું પુસ્તક ‘વોટ ધ બોડી રિમેમ્બર’થી પ્રભાવિત છે. પરંતુ એક્ક્ટર વરૂણ ધવન દ્વારા આવા અહેવાલોને રદ કરવામાં આવ્યા છે. ફિલ્મના ટ્રેલર લોન્ચ પછીથી ઘણા ફેન્સ, ફિલ્મના પ્લોટ અને પુસ્તક વચ્ચે સમાનતા પર પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કલંકની વાર્તા પ્રેમ અને હાર છે, જેમાં ભારત-પાકિસ્તાનની વહેંચણીની બેકડ્રોપ હોવાની પણ ચર્ચા એમે આવી રહી છે.
આ ફિલ્મ અને પુસ્તકમાં, બે સ્ત્રીઓને એક જ વ્યક્તિ સાથે લગ્ન કરવા પડે છે. આલિયા ભટ્ટના પાત્રનું નામ આ ફિલ્મમાં રૂપ છે, જ્યારે સોનાક્ષી સિંહાનું નામ સત્યા છે. ખાસ વાત એ છે કે પુસ્તકમાં બંને પાત્રોનું નામ રૂપ અને સત્ય જ છે. જે દેવ ચૌધરી (આદિત્ય ચૌધરી) સાથે લગ્ન કરે છે.
પ્લોટની આ સમાનતાઓ વિશે વાત કરતા વરૂણ ધવનએ પત્રકારોને કહ્યું હતું કે, “મેં પુસ્તક વાંચ્યું નથી અને મારી પાસે તેની કોઈ માહિતી નથી. પરંતુ મને નથી લાગતું કે આ ફિલ્મની પૃષ્ઠભૂમિ આ પુસ્તકની વાર્તા સાથે મેળ ખાય છે. કારણ કે પ્રોમોઝમાં તો અમે અમારો વાસ્તવિક અવતાર દર્શાવ્યો જ નથી. હા, તે સાચું છે કે આ ફિલ્મ એક પ્રેમ કથા છે, પરંતુ આ ફિલ્મમાં તેના સિવાય પણ ઘણી વધુ છે. ”
વરૂણ ધવન ફિલ્મમાં ઝફરનો રોલ કરી રહ્યો છે. વરુણે કહ્યું કે, “ફિલ્મમાં ઘણી બધા સ્તરો છે અને આ સ્તરો જ્યારે ફિલ્મ રજૂ થશે ત્યારે જ જાણી શકાશે.” વરુણ ધવન મુંબઇ માં એક રેડિયો શોના કાર્યક્રમમાં કહ્યું હતું કે. “જ્યારે લોકો ફિલ્મ જોશે ત્યારે જ તેના વિષે વધુ સારી રીતે તેમના અભિપ્રાય આપી શકશે. પરંતુ જ્યાં સુધી મને ખબર છે , કરણ પાસે આ વાર્તા છેલ્લા ઘણા સમયથી હતી અને તેઓ ઇચ્છતા હતા કે આ ફિલ્મ બનાવે.”