મુંબઈ : વરુણ ધવનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘કલંક’ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ છે. એક મલ્ટિસ્ટાર ફિલ્મ હોવા છતાં, તેનો જાદુ પ્રેક્ષકો પર કામ કર્યો નહીં. હાલના દિવસોમાં વરુણ તેની આગામી ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર’ માટે તૈયારી કરી રહ્યો છે. આમાં, તેની ઓપોઝીટ શ્રદ્ધા કપૂર જોવા મળશે. ફિલ્મ સેટ પરથી ઘણા ફોટા અને વિડીયો વાયરલ થયા છે.
વરૂણે તેમના ઇન્સ્ટગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે, જેમાં તે તેની ટીમ સાથે ડાન્સનો અભ્યાસ કરે છે. વરુણે આ વિડીયો શેર કરવાની સાથે લખ્યું છે કે, “17 સેકંડમાં આટલો નાચ્યો” આ વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ ફિલ્મમાં, પ્રભુ દેવા અને નોરા ફતેહી ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે. ફિલ્મ રેમો ડી ‘સુઝા દ્વારા નિર્દેશિત છે.
પિંકવિલા સાથેના એક ઇન્ટરવ્યૂમાં રેમોએ ફિલ્મ વિશે ઘણી બાબતો શેર કરી હતી. આ દરમિયાન, તેમને પૂછવામાં આવ્યું કે વરુણ અને શ્રદ્ધાએ એબીસીડી 2 ની તુલનામાં તેમની ડાન્સ સ્કીલ કેવી રીતે ઈમ્પ્રુવ કરી છે ? જવાબમાં, તેણે કહ્યું, “તેણે ફિલ્મ માટે સખત મહેનત કરી છે અને તેની ડાન્સિંગ સ્કિલ સુધારી છે.”
આ ઉપરાંત રેમોએ કહ્યું હતું કે, “બંને સાથે કામ કરવામાં મજા આવે છે. કારણ કે, બંને એકત્ર કામને લઈને તેના 100 ટકા આપે છે. આ ફિલ્મ 8 મી નવેમ્બરના રોજ રિલીઝ થશે.”
ઉલ્લેખનીય છે કે, આ પહેલા, રીમોએ એબીસીડી 2ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. જેમાં વરુણ અને શ્રદ્ધાએ મુખ્ય પાત્ર ભજવ્યા હતા. મૂવીએ બોક્સ ઑફિસ પર ભારે કમાણી કરી હતી. ડાન્સ પર બેઝડ આ ફિલ્મને યુવાનો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી હતી. ફરી એકવાર, રેમો ડાન્સ ફિલ્મ લઈને આવે છે. જોવાનું રહેશે કે આ ફિલ્મ કેવી ધૂમ મચાવે છે.