મુંબઈ : ભારતમાં કોરોના વાયરસના રોગચાળાને કારણે અત્યાર સુધીમાં 1000 થી વધુ કેસ નોંધાયા છે. પીએમ મોદીએ દેશભરમાં લોકડાઉન કરવાની ઘોષણા કરી છે અને જ્યાં મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો તેમના ઘરોમાં સમય પસાર કરી રહ્યા છે, ત્યાં ગરીબ, શોષિત અને વંચિત સમાજના લોકો રસ્તાઓ પર સંઘર્ષ કરી રહ્યા છે.
બોલિવૂડના ઘણા સ્ટાર્સ આ મુશ્કેલ સમયમાં લોકોની મદદ માટે આગળ આવ્યા છે. અક્ષય કુમાર પછી વરૂણ ધવને પણ કોરોના સામે લડાઈમાં દાન આપવાનું નક્કી કર્યું છે.
વરુણે ટ્વીટ કરીને લખ્યું કે, ‘હું પીએમ કેર ફંડમાં 30 લાખનું દાન કરું છું. આપણે ચોક્કસપણે તેને દૂર કરીશું. દેશ છે તો આપણે છીએ, તેમણે આ સિવાય મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડમાં 25 લાખ રૂપિયાનું દાન પણ આપ્યું હતું. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, હું મહારાષ્ટ્રના સીએમ રિલીફ ફંડમાં 25 લાખ રૂપિયા દાન કરું છું. સાહેબ અમે તમારી સાથે છીએ
I pledge to contribute 30 lakhs to the PM CARE fund. We will over come this. Desh hai toh hum hain. https://t.co/E87IU22NaF
— Varun Dhawan (@Varun_dvn) March 28, 2020