આમિર ખાનની દીકરીના લગ્ન ગઈકાલે તેના બોયફ્રેન્ડ સાથે થયા આ લગ્નમાં મિસ્ટર પરફેક્શનિસ્ટની એક્સ વાઈફ કિરણ રાવ પણ હાજર રહી આમીરે તેને કિસ કરતો વિડીયો વાઈરલ થયો છે
મહત્વનું છે કે આમીરની દીકરી ઈરા ખાને તેના બોયફ્રેન્ડ નુપુર શિખરેને તેના જીવન સાથી તરીકે પસંદ કર્યા. આ કપલે મિત્રો અને પરિવારજનોની હાજરીમાં રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. સોશિયલ મીડિયા પર લગ્નની ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે મિસ્ટર પરફેક્શનિસ્ટનો એક વીડિયો સામે આવ્યો છે જેને જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
આમિરે તેની પૂર્વ પત્નીને કિસ કરી
નૂપુર શિખરે હવે સત્તાવાર રીતે મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનનો જમાઈ રાજા બની ગયો છે. નુપુરે જીમમાં શોર્ટ્સ અને સેન્ડો પહેરીને સાઈન કરી હતી. જોકે, જ્યારે પોઝ આપવાની વાત આવી ત્યારે નૂપુર શેરવાનીમાં જોવા મળ્યો .સમગ્ર પરિવારે મીડિયા સમક્ષ પોઝ આપ્યો હતો. આ દરમિયાન આમિર ખાન તેની પૂર્વ પત્ની કિરણ રાવને ભરી સભામાં કિસ કરતો જોવા મળ્યો હતો. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આમિર ખાન તેની પૂર્વ પત્ની કિરણ રાવ પાસે જાય છે અને તેની સાથે વાત કરે છે અને પછી અચાનક તેના ગાલ પર કિસ કરે છે. નજીકમાં ઉભેલા આમિર ખાનના વેવાણ અને પુત્ર જુનૈદ ખાન જોતા જ રહે છે.
પરિવાર સાથે પોઝ આપ્યો
અભિનેતા તેની પુત્રીના લગ્નમાં તેના સમગ્ર પરિવાર સાથે જોવા મળ્યો હતો. આ દરમિયાન રીના દત્તા, આયરા ખાન, નુપુર શિખરે, નુપુર શિખરેની માતા, જુનેદ, કિરણ રાવ અને નાના પુત્ર આઝાદે પોઝ આપ્યો.
આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. એક યુઝરે લખ્યું, ‘આમીર અને કિરણના છૂટાછેડા થઈ ગયા હતા, ખરું ને?’ અન્ય યુઝરે લખ્યું, આમિર ભાઈને સલામ. ત્રીજા યુઝરે લખ્યું, જ્યારે તમે છૂટાછેડા લઈ લો ત્યારે આ પદ્ધતિ શું છે?
તમને જણાવી દઈએ કે, આમિર ખાને બે વાર લગ્ન કર્યા હતા અને બંને પત્નીઓને છૂટાછેડા આપી દીધા હતા. તેમના પ્રથમ લગ્ન 1986માં રીના દત્તા સાથે થયા હતા. 2002 માં 16 વર્ષ પછી છૂટાછેડા લીધા. આ પછી તેણે 2005માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા અને 2021માં બંને અલગ થઈ ગયા.