નવી દિલ્હી: જાણીતા અભિનેતા અજય દેવગનને કથિત માર મારવાનો એક વીડિયો થોડાક દિવસથી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સમગ્ર મામલે અજય દેવગને પ્રતિક્રિયા આપી છે કે તે આ વીડિયોમાં નથી.
અજય દેવગને ટ્વિટ કરીને કહ્યું કે, એવું લાગે છે કે મારી કેટલીક કાર્બન કોપી મુશ્કેલીમાં આવી ગઈ છે. મને આને લગતા કોલ્સ આવી રહ્યા છે. માત્ર સ્પષ્ટતા- મેં ક્યાંય પ્રવાસ કર્યો નથી. મારા કોઈપણ વિવાદમાં હોવાના બધા અહેવાલો પાયાવિહોણા છે. હેપ્પી હોલી ”
Some ‘doppelgänger’ of mine seems to have got into trouble.
I’ve been getting concerned calls. Just clarifying, I’ve not traveled anywhere. All reports regarding me being in any brawl are baseless. Happy Holi— Ajay Devgn (@ajaydevgn) March 29, 2021
આ પહેલા અજય દેવગનના પ્રવક્તાએ એમ પણ કહ્યું હતું કે આ વીડિયોમાં અજય દેવગન નથી. જ્યારે મિડિયા અજય દેવગનનો પક્ષ જાણવા માટે તેમના પ્રવક્તાનો સંપર્ક કર્યો, ત્યારે તેમણે મિડિયાને કહ્યું કે, આ વીડિયોમાં માર મારવામાં આવી રહેલો વ્યક્તિ અજય દેવગન નથી અને તેના નામ પર ખોટો અને ગેરમાર્ગે દોરતો વીડિયો ફેલાવવામાં આવી રહ્યો છે., જેને ધ્યાન આપવાની જરૂર નથી.
અજય દેવગનના પ્રવક્તાએ મિડિયાને કહ્યું કે, “દિલ્હીના પબની બહારના ઝઘડાને લગતા મીડિયા અહેવાલો સંપૂર્ણપણે પાયાવિહોણા અને અચોક્કસ છે. આ સમાચાર પ્રસારિત કરતી ન્યુઝ એજન્સીઓ અને મીડિયાએ નોંધ લેવી જોઇએ કે અજય દેવગન ‘મેદાન’ ‘મેડ’ અને’ ગંગુબાઈ કાઠિયાવાડી’ના શૂટિંગમાં વ્યસ્ત છે. અજય દેવગને છેલ્લા 14 મહિનાથી દિલ્હીમાં પગ મૂક્યો નથી. “