મુંબઈ : ઓનીમા કશ્યપ તેના ગીત ‘સંગ હું ટૅરે ની અતિશય સફળતાથી ઉત્સાહિત છે. આજકાલ ડિજિટલ ક્રાંતિ અને સંગીત વિડિયોઝની લોકપ્રિયતાએ કલાકારો માટે તેમની પ્રતિભા દર્શાવવા માટે નવા દરવાજા ખોલ્યા છે. એક એવી પ્રતિભા ઓનીમા કશ્યપ છે, જેણે હાલના દિવસોમાં ઓરીજનલ મ્યુઝિકલ વિડીયો ‘સંગ હું તેરે’ ને લઈને ખુબ ચર્ચા થઇ રહી છે, જે ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઇ રહ્યું છે. આ ગીતની પ્રેક્ષકો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. ઇન્ટરનેટ પર ખુબ જ ફેમસ પર્સનાલિટી ભુવન બમ સાથે ઓનીમા કશ્યપનો આ આલ્બમ યુવાનોમાં અત્યંત લોકપ્રિય બની રહ્યો છે.
બીબી કી વેઇન્સ દ્વારા અપલોડ કરવામાં આવેલો આ વિડીયો અત્યાર સુધીમાં યુટ્યુબ પર 13,866,740 વાખત જોવાઈ ચુક્યો છે. આ ગીતના ગીતકાર, સંગીતકાર અને ગાયક ભૂવન બમ છે જ્યારે વીડિયોમાં ભુવન અને ઓનીમા કશ્યપની કેમેસ્ટ્રી જોરદાર લાગે છે. ઓનીમા કશ્યપે આમાં ફીચર કર્યું છે. ઓનીમા કશ્યપ આ ગીતની લોકપ્રિયતાથી ખૂબ ઉત્સાહિત છે, તે કહે છે, “તે એક ખૂબ રોમેન્ટિક મૂડનું ગીત છે, જે હૃદયને સ્પર્શ કરે છે. આ વીડિયોમાં મેં ભુવન સાથે ફીચર કર્યું છે. તેના લિરિક્સ પણ લોકોને પસંદ આવી રહ્યા છે. આ ગીત શ્રેષ્ઠ સ્થળોએ શૉટ કરવામાં આવ્યું છે.”