મુંબઈ : બોલિવૂડ અભિનેતા સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘દબંગ 3’માં જોવા મળશે. આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મના ગીત ‘યૂ કરકે’નો વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. આ ગીતના વીડિયોમાં સલમાન ખાન અને સોનાક્ષી સિંહા વચ્ચે રોમાંસ જોવા મળી રહ્યો છે.
‘દબંગ 3’ ફિલ્મના ગીત ‘યૂ કરકે’ નો ઓડિયો પહેલાથી જ રિલીઝ થઈ ચૂક્યો છે. હવે આ ગીતનો વીડિયો બહાર પાડવામાં આવ્યો છે. આ ગીત એનર્જીથી ભરપુર દેખાઈ રહ્યું છે. આ ગીતમાં સલમાન ખાન અને અભિનેત્રી સોનાક્ષી સિંહાના જોરદાર ડાન્સ સ્ટેપ્સ જોઇ શકાય છે. તે જ સમયે, આ ગીતનો સેટ એકદમ રંગીન બનાવવામાં આવ્યો છે. આ ગીતમાં સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાનો રોમાંસ જોઇ શકાય છે.