મુંબઈ : અક્ષયકુમાર સ્ટારર ફિલ્મ ‘મિશન મંગલ’નું ટીઝર આજે રિલીઝ થયું છે. ફિલ્મમાં ઇતિહાસમાં નોંધાયેલી ભારતની સફળતા દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં અક્ષય સાથે વિદ્યા બાલન, તાપસી પન્નુ, સોનાક્ષી સિંહા, કીર્તિ કુલ્હારી અને નિત્યા મેનન શામેલ છે. આ ફિલ્મના 45 સેકન્ડના ટીઝરમાં ફિલ્મની સ્ટોરીલાઇન દર્શાવવામાં આવી છે. 15 ઓગસ્ટના રોજ રિલીઝ થનાર આ ફિલ્મનું ડિરેક્શન જગન શક્તિએ કર્યું છે.
ફિલ્મમાં અક્ષય એક વૈજ્ઞાનિકનો રોલ ભજવી રહ્યો છે. ફિલ્મમાં અક્કીનું નામ રાકેશ ધવન છે. આ મિશન મંગલની ટીમમાં તારા શિંદે (વિદ્યા બાલન), એકા ગાંધી (સોનાક્ષી સિંહા), શરમન જોશી (પરમેશ્વર નાયડુ), કૃતિકા અગ્રવાલ (તાપસી પન્નુ) અને નેહા સિદ્દીકી (કૃતિ કુલ્હારી) જોવા મળે છે.