મુંબઈ : બોલિવૂડના ‘સોનુ’ તરીકે જાણીતા અભિનેતા કાર્તિક આર્યન તેની મહિલા પ્રશંસકોના ગાંડપણને લઈને હેડલાઇન્સ બનાવે છે. કાર્તિક આર્યન પોતાની અભિનયને કારણે ખૂબ જ ઓછા સમયમાં એક મોટો ફેન બેસ બનાવ્યો છે. પરંતુ હદ તો ત્યારે થઇ ગઈ જયારે એક વીડિયો બહાર આવ્યો જે જોઈને દરેક આશ્ચર્યચકિત થઈ ગયા.
ચોકલેટ બોયની તસવીરને કારણે કાર્તિક આર્યનના ચાહકોમાં મોટે ભાગે સ્ત્રી પ્રશંસકોનો સમાવેશ થાય છે. ગત મહિને અભિનય સમૃદ્ધ કાર્તિકનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં મહિલા પ્રશંસકો તેમના ગાલ ખેંચતી નજરે પડે છે. હવે બીજો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેની એક મહિલા ચાહક તેને ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કરતી જોવા મળી રહી છે. વિડીયો જુઓ…
સમાચારો અનુસાર, યુવતીએ 15 દિવસ સુધી કોલેજ બંક કરી હતી અને કાર્તિકની એક ઝલક મેળવવા માટે તેના ઘરની બહાર પ્રતીક્ષા કરી હતી. તાજેતરમાં જ્યારે તેને અભિનેતાને મળવાની તક મળી ત્યારે તેણે સમયનો વ્યય કર્યા વિના તેને પ્રપોઝ કર્યું.