મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન આજકાલ રિયાલિટી શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ 7’માં જજ તરીકે જોવા મળી રહી છે. તાજેતરમાં જ ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ ના સેટ પર ક્રિકેટના દિગ્ગજ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવ મહેમાન તરીકે પહોંચ્યા હતા. કપિલ દેવે ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ 7’ શોની આખી ટીમ સાથે મસ્તી કરી હતી.
આ શોનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કરીના કપૂર કપિલ દેવ સાથે ક્રિકેટ રમતી જોવા મળી રહી છે. જી 5 ના ટ્વિટર હેન્ડલ પરથી કરીના અને કપિલ દેવનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં કપિલ દેવ કરીના કપૂર ખાન માટે બોલિંગ કરતા નજરે પડે છે. કપિલ દેવે કરીનાને બેટિંગની આવડત પણ શીખવી હતી. આ પછી કપિલ દેવ બેટિંગ કરવા જાય છે અને કરીના બોલિંગ કરતી જોવા મળે છે. કપિલ બોલને ફટકારે પણ છે.
For the first time ever, the Harayana Hurricane will lock horns with Begum of Bollywood.#DanceIndiaDance #BattleOfTheChampions #DanceKaJungistaan
Presented by
Birla White WallCare Putty – Yehi Hai Asli Putty#KareenaKapoor @BoscoMartis @raftaarmusic @therealkapildev pic.twitter.com/jT2jSnN2Ng— ZEE5 (@ZEE5India) August 8, 2019
આ મેચ બાદ કપિલદેવે કરીનાને તેના પુત્રના નામ પરથી બેટ પર ઓટોગ્રાફ સાઇન આપ્યો હતો. આ જોઈને કરીના આનંદમાં ઝૂલતી ગઈ અને કહે છે કે મારી ઇચ્છા છે કે મારો (તૈમૂર) પુત્ર ક્રિકેટર બને. તમે મને આપેલી આ સૌથી મોટી ભેટ છે.
વીડિયોમાં કરીના પીચ શિમરી સાડીમાં જોવા મળી રહી છે. કરીના આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘અંગ્રેજી મીડીયમ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં કરીના કપૂર બોલિવૂડ એક્ટર ઇરફાન ખાનની ઓપોઝીટ જોવા મળશે. આ સિવાય કરિના કપૂર અભિનેતા અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ માં પણ જોવા મળશે.