મુંબઈ : બૉલીવુડના બાદશાહ શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘રઈસ’થી પોતાનું નામ બનાવનાર પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. હાલ તેનો એક ડાન્સ વીડિયોમાં તે પાકિસ્તાની એક્ટર અશરફ બિલાલ સાથે ડાન્સ કરી રહી છે. જબરદસ્ત ડાન્સની સાથે બિલાલ અને માહિરા વચ્ચેની કેમેસ્ટ્રી પણ જોરદાર લાગી રહી છે.
મીડિયાના અહેવાલ મુજબ , અગાઉ રણબીર કપૂર અને માહિર વચ્ચેના સંબંધો અંગે ચર્ચાઈ ફેલાઈ હતી. પરંતુ હવે એ બંને વચ્ચે મિત્રતા પણ બચી નથી. હાલમાં માહિરાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ”હાલમાં હું કોઈ સંબંધમાં બંધાયેલી નથી. આ પહેલાં મારો એક સંબંધ હતો પણ મને અહેસાસ થયો કે પ્રેમનો મતલબ શાંતિ છે. મારા માટે પ્રેમ એટલે જ્યારે તમે કોઈ સાથે હો અને તમને એકબીજા સાથે વાત કરવાની પણ જરૂર ન પડે. માત્ર એ વ્યક્તિની હાજરી જ પૂરતી છે.” નોંધનીય છે કે, માહિરા સાથે નામ ચર્ચાયું એ પહેલાં રણબીરના એક્ટ્રેસ દીપિકા પદુકોણ તેમજ કેટરિના કૈફ સાથેના સંબંધોની ચર્ચા પણ સૌકોઈ જાણે છે.