મુંબઈ : બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા હંમેશા કોઈને કોઈ બાબતે ચર્ચામાં રહે છે. હાલમાં પ્રયંકાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ખૂબ રસપ્રદ રમત રમતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
વીડિયો પ્રિયંકાના એક ફેન પેજ પરથી શેર કરવામાં આવ્યો છે, જેમાં તે હોલીવુડના એક્ટર સાથે ટીવી ગેમ શોમાં રસપ્રદ રમત રમતી જોવા મળી રહી છે. આ ગેમમાં કંટેસ્ટેંટને કોઇપણ એક બોર્ડ ઉપાડવાનું છે, અને તેના પર લખવામાં આવેલા નામનો શેપ તેને કલરફૂલ ક્લેથી બનાવવાનો છે. તે વસ્તુ શું છે, તેને તેમના સાથી કંટેસ્ટેંટને ઓળખવાની હોય છે.
નોંધનીય છે કે, પ્રિયંકા ટૂંક સમયમાં ફિલ્મ ‘ધ સ્કાઇ ઇઝ પિંક’માં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે ઓક્ટોબરમાં રિલીઝ થવાની છે. જેમાં ફરહાન અખ્તર અને જાયરા વસીમ પણ છે.