મુંબઈ:બોલિવૂડના ‘કમાન્ડો’ વિદ્યુત જામવાલ હાલમાં તેની ફિલ્મ ‘કમાન્ડો 3’ નું પ્રમોશન કરી રહ્યો છે. આ એપિસોડમાં વિદ્યુત જામવાલે ફિલ્મમાં પોતાનો જબરદસ્ત એન્ટ્રી સીન રજૂ કર્યો છે. વિદ્યુતે આ એન્ટ્રી સિક્વન્સ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જો તમે આ 5 મિનિટનો વીડિયો જોશો, તો જામવાલના ફેન થઇ જશો. આ શેર કરતાં વિદ્યુત જામવાલે લખ્યું છે કે, આ એક શરૂઆત છે. 29 નવેમ્બરના રોજ શું થાય છે તે જુઓ.
આ વીડિયોમાં વિદ્યુત જામવાલ સ્કૂલની યુવતીઓને હેરાન કરનારા કુસ્તીબાજો સાથે લડતો નજરે પડે છે. ઈમોશન, નાટક, એક્શન બધું 5 મિનિટના વિડીયોમાં જોવા મળે છે. આટલું જ નહીં, જામવાલ તેમાં પોતાનું ટોન બોડી પણ બતાવી રહ્યો છે, જેમાં તેની મહેનત સ્પષ્ટ દેખાઈ રહી છે. આ વીડિયોને ગણતરીની કલાકોમાં 2 લાખથી વધુ લાઈક્સ મળી છે.
https://www.instagram.com/tv/B5W3Fh6HwvU/?utm_source=ig_web_copy_link