મુંબઈ : હોરર ફિલ્મ્સ માટે પ્રખ્યાત વિક્રમ ભટ્ટની હોરર ફિલ્મ ‘ઘોસ્ટ’ નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર જોઈને તમારા રુંવાડા ઉભા થઈ જશે. ‘રાજ’, ‘1920’ અને ‘હન્ટેડ’ જેવી સુપરહિટ હોરર ફિલ્મ્સ બનાવનાર વિક્રમ ભટ્ટ ફરી એકવાર આ હોરર ફિલ્મથી લોકોને ડરાવવા જઇ રહ્યા છે. તાજેતરમાં જ વિક્રમ ભટ્ટે સોશિયલ મીડિયા પર ફિલ્મના બે પોસ્ટરો શેર કર્યા છે. પોસ્ટરો જોયા પછી, ફિલ્મ કેવી હશે તે જાણવાની ઉત્સુકતામાં વધારો થયો છે.
ફિલ્મનું ટ્રેલર જોઇને તમે અનુમાન લગાવી શકો છો કે તે એકદમ હોરર ફિલ્મ બની રહી છે. તો વિલંબ કર્યા વિના તમે પ્રખ્યાત ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની હોરર ફિલ્મ ‘ઘોસ્ટ’નું ટ્રેલર પણ જોઈ શકો છો.
તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ બનાવવાની તૈયારી 2011 માં જ શરૂ થઈ હતી. તે વખતે ફિલ્મનું મુખ્ય પાત્ર શાઈની આહુજાની નિભાવવાનો હતો. બાદમાં, ફિલ્મ વિવિધ કારણોસર પાઇપલાઈનમાં મૂકવામાં આવી હતી. હવે ફિલ્મ તૈયાર છે. સનાયા ઈરાની અને શિવમ ભાર્ગવ મુખ્ય પાત્રમાં જોવા મળશે. તે જ સમયે, વિક્રમ ભટ્ટ પોતે પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મ 18 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થશે.