મુંબઈ : બૉલીવુડ ફિલ્મ ‘છપાક’માં માલતી એટલે કે અસલી એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલ હવે સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટિકટોક પર તેને ફોલો લોકોની સંખ્યા સારી એવી છે. તાજેતરમાં જ દીપિકા હાલની સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા એપ TikTok પર તેની ફિલ્મ ‘છપાક’નું પ્રમોશન કરતી જોવા મળી હતી. એક વીડિયોમાં દીપિકા અને લક્ષ્મી પંજાબી ગીત ‘રાઇડર’ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા, જેને લોકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. લોકોને દીપિકા અને લક્ષ્મીના ગીત ‘નાગિન ગિન ગિન’ પર રજૂ કરેલો ડાન્સ પણ ગમ્યો. 19 વર્ષની ઉંમરે લક્ષ્મી એસિડ એટેકનો શિકાર બની. તેણે બહાદુરીથી પોતાની લડાઇ લડી અને તેના સામાજિક કાર્ય દ્વારા બધા પાસેથી આદર મેળવ્યો.
@deepikapadukone Boom Boom Pow!?? ur_smartmaker
@deepikapadukone bohut zyaada masti…dher sara pyaar…❤ thelaxmiagarwalpihu