મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ રિયા સેન છેલ્લા કેટલાક વર્ષોથી ફિલ્મોથી દૂર છે, પરંતુ તે સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને વિવિધ વિડીયો અપલોડ્સ કરતી રહે છે. માહિતી મુજબ હાલમાં રિયા આફ્રિકામાં વેકેશન માણી રહી છે. આ દરમિયાન પ્રાણીસંગ્રહાલયની વિઝીટ વખતે જિરાફ સાથેની મસ્તી અને જિરાફે તેણીને કિસ કરી તે વિડીયો રિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
હકીકતમાં, રિયા પ્રાણીસંગ્રહાલયમાં રહેલા જિરાફને પોતાના મોં વડે ખોરાક આપવાનો પ્રયત્ન કરે છે અને જિરાફ પણ એકાએક રિયાના મોંને ચાટવા લાગે છે. આ પછી રિયા જોરથી હસીને ત્યાંથી દૂર થઇ જાય છે.
નોંધનીય છે કે, રિયા છેલ્લા કેટલાક સમયથી વેબ શોમાં કામ કરી રહી છે. રિયાએ બે વર્ષ પહેલાં પોતાના બોયફ્રેન્ડ શિવમ તિવારી સાથે લગ્ન કર્યા હતા. રિયા એ મુનમુન સેનની દીકરી અને સુચિત્રા સેનની દોહિત્રી છે.