મુંબઈ : કોરોના રોગચાળા વચ્ચે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ફરી એકવાર મદદ માટે આગળ આવ્યા છે. આ વખતે તેણે પત્ની અનુષ્કા શર્મા સાથે મુંબઈ પોલીસના કલ્યાણ માટે ફાળો આપ્યો છે.
મુંબઈ પોલીસ કમિશનર પરમબીરસિંહે શનિવારે જણાવ્યું હતું કે, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્માએ બંનેએ પાંચ – પાંચ લાખ રૂપિયા દાનમાં આપ્યા છે.
પોલીસ કમિશનર પરમબીરસિંહે ઓફિશિયલ હેન્ડલ પરથી ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘મુંબઈ પોલીસ જવાનોના કલ્યાણ માટે પાંચ – પાંચ લાખ રૂપિયા ફાળવવા બદલ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો આભાર. કોરોના વાયરસ સામેની લડતમાં તમારું યોગદાન મુંબઈ પોલીસને મદદ કરશે.
આ પહેલા કોહલી અને અનુષ્કાએ કોવિડ -19 સામેની લડતમાં મદદ કરવા માટે પીએમ કેરેસ ફંડ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન આપ્યું હતું, પરંતુ રકમ જાહેર કરી નથી.