મુંબઈ : ક્રિકેટર વિરાટ કોહલીના બાળપણના મિત્રએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પેજ શેર કર્યું છે. એવું લખ્યું છે કે નાનપણમાં તેના શરૂઆતના દિવસોમાં વિરાટ કોહલી ઋત્વિકને ખૂબ જ ચાહતો હતો.
નાનપણમાં વિરાટ ઋત્વિકનો ફેન હતો
દેખીતી રીતે, આ પેજ સ્ક્રેપબુકનો એક ભાગ છે, જે વિરાટે મિત્ર માટે ભર્યો હતો. વિરાટના મિત્ર શલાજ સોંધીએ આ સોશિયલ મીડિયા પર આ પેજ અપલોડ કર્યું છે. આ પેજને શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું, “જુઓ ભાઈ વિરાટ મને શું મળ્યું. કેટલીક જૂની સારી યાદો” 😂😂”❤️#viratkohli #friendship#friends #love #cricket #ipl.
આ જોઈને એક યુઝરે પૂછ્યું કે ઋત્વિકઓ અર્થ ઋત્વિક રોશન છે, જેનો તેના મિત્રએ હામાં જવાબ આપ્યો. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે કેપ્ટન કોહલી ઋત્વિક રોશનનો ફેન રહ્યો છે.