ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી પ્લેબેક સિંગર અર્જીત સિંહના મોટા પ્રશંસક છે. તાજેતરમાં જ તેઓ તેમના પ્રિય સિંગરને મળ્યા હતા. કોહલીએ મંગળવારે ટ્વિટર પર આ મુલાકાતનો ફોટો પણ શેર કર્યો છે. કોહલી સાથે આ ફોટો શેર કરવાની સાથે, કોહલીએ લખ્યું હતું કે, “મારા માટે પ્રશંસક કલાકારને મળવા માટેનો એક ક્ષણ. અર્જીત બહુ સારા વ્યક્તિ છે. તેના અવાજની જેમ. મારી તરફથી તેમને શ્રેષ્ઠ શુભેચ્છાઓ”
કોહલી સાથે બીજા ઘણા જાણીતા ખેલાડીઓએ પણ ચેરિટી ફુટબોલ મેચમાં ભાગ લીધો હતો. ખેલાડીઓની આ ફુટબોલ મેચ ફિલ્મોનાં એક્ટર્સો જોડે થયો હતો. જેમાં રણબીર કપૂર, અભિષેક બચ્ચન, ડીનો મોર્યા અને શુજીત સરકાર પણ સામેલ થયા હતા. આ મેચમાં ખેલાડીઓ તરફથી મહેન્દ્ર સિંહ ઘોનીએ 2 ગોલ માર્યા હતા, તે પછી વિરાટ કોહલીએ 1 ગોલ માર્યો હતો. ભારતના ભૂતપૂર્વ ઓપનર ક્રિશ્નામાચારી, શ્રીકાંતના પુત્ર અનિરુદ્ધ અને શ્રીકાંતે પણ મેચમાં બે ગોલ નોંધાવ્યા હતા.