મુંબઈ : ઋત્વિક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મ ‘વોર’ રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મને પહેલા દિવસનો શાનદાર પ્રતિસાદ મળ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, મૂવીએ પહેલા જ દિવસે 35-40 કરોડનો બિઝનેસ કર્યો છે.
Biggg *Day 1* number on the cards… #War starts with a big bang!
— taran adarsh (@taran_adarsh) October 2, 2019
2 ઓક્ટોબરે ગાંધી જયંતિનો વોરને સારો ફાયદો મળ્યો છે. ફિલ્મની બોક્સ ઓફિસ પર સાઉથની ફિલ્મ ‘સાંઈ રા નરસિમ્હા રેડ્ડી’ અને હોલીવુડની ‘જોકર’ વચ્ચે ટક્કર થઇ છે. જો કે, ફર્સ્ટ ડેના આંકડા અનુસાર, એવું લાગે છે કે આ બધાએ વોર પર વધારે અસર કરી નથી.
ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ 4000 સ્ક્રીનો પર રિલીઝ થઈ છે. ફિલ્મનું બજેટ 150 થી 200 કરોડનું કહેવામાં આવી રહ્યું છે.
ફિલ્મની વાર્તા શું છે?
ભારતીય સેનાનું વિશેષ મિશન સંભાળનારા મેજર કબીર લુથરા (ઋત્વિક રોશન) બળવાખોર બને છે. કબીર ફરાર છે અને હવે તે ભારત માટે ખતરો બની ગયો છે. આવી સ્થિતિમાં સેના કબીરને શોધવા અને તેને ખતમ કરવાની જવાબદારી ખાલિદ ખાન (ટાઇગર શ્રોફ) અને કર્નલ લ્યુથરા (આશુતોષ રાણા) ને આપે છે.
ફિલ્મમાં ઋત્વિકની ડાન્સિંગ સ્ટાઇલ અને એક્શનની પ્રશંસા થઈ રહી છે. પબ્લિકને પણ ફિલ્મ ખૂબ પસંદ આવી રહી છે. તે જ સમયે, ટાઇગર શ્રોફના અભિનયની પ્રશંસા થઈ રહી છે. વાની કપૂર આ ફિલ્મમાં મહિલા લીડમાં છે. જોકે, આ ફિલ્મમાં તેની કોઈ ખાસ ભૂમિકા નથી. આ ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદે કર્યું છે. આ ફિલ્મનું નિર્માણ આદિત્ય ચોપડાએ કર્યું છે. આ ફિલ્મ એક્શન સીનથી ભરપૂર છે.