મુંબઈ : ઋત્વિક રોશનની ફિલ્મ ‘વોર’નું પહેલું ગીત રિલીઝ થઈ ગયું છે. આ ગીતના શબ્દો છે ‘ઘૂંઘરું’. ગીતમાં ઋત્વિક રોશન વાણી કપૂર સાથે ડાન્સ કરતો જોવા મળે છે. ગીતની શરૂઆતમાં વાણી કપૂર બિકિની બોડી ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ગીત એક પરફેક્ટ પાર્ટી ગીત છે. ઋત્વિક રોશન અને વાણી કપૂરની જબરદસ્ત કેમિસ્ટ્રી આ ગીતમાં જોવા મળે છે.
આ ગીત અરિજિત સિંઘ અને શિલ્પા રાવે ગાયું છે, ગીતનું સંગીત વિશાલ અને શેખર દ્વારા આપવામાં આવ્યું છે. ગીતના શબ્દો કુમારે લખ્યા છે. સોશ્યલ મીડિયા પર, તેઓ તેની તુલના ફિલ્મ બેંગ બેંગના ટાઇટલ સોંગ સાથે કરી રહ્યા છે. યુઝર્સે લખ્યું- આ ગીત મને બેંગ બેંગના ટાઇટલ સોંગની યાદ અપાવે છે.
સમાચારો અનુસાર, ‘વોર’ ફિલ્મના નિર્દેશક સિદ્ધાર્થ આનંદે ટ્રેક પર કહ્યું, “અરિજિત એ આપણા દેશના સિંગિગ સેન્સેશન છે. અમે પ્રથમ દિવસથી ઇચ્છતા હતા કે, તે અમારા માટે પાર્ટી ગીત ગાય. અરિજિતે ઋત્વિક માટે એક ડાન્સ નંબર ગાયું. અમારા માટે એક વિશાળ યુ.એસ.પી. છે અને તેઓએ અભૂતપૂર્વ કામ કર્યું છે. આ ગીતમાં શિલ્પા રાવ છે. શિલ્પાને ‘ખુદા જાને’ માટે પણ એવોર્ડ મળ્યો છે (બચના એ હસીનો, 2008). ત્યારથી તેમણે મારી દરેક ફિલ્મમાં ગાયું છે. ઘૂંઘરું પાર્ટી એન્થમ છે.”
સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત આ ફિલ્મ 2 ઓક્ટોબરે રિલીઝ થશે. આ બંને હેન્ડસમ હંક હીરોઝ ટાઇગર અને રિતિક આ ફિલ્મમાં સાથે જોવા મળશે. વોર ફિલ્મમાં દર્શકોને ખતરનાક સ્ટન્ટ્સ અને એક્શન સિક્વન્સ, ફાઇટ સિક્વન્સ જોવા મળશે. યશરાજ બેનર હેઠળ બનેલી ફિલ્મ વોર હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે.