મુંબઈ : બોલિવૂડ સિંગર નેહા કક્કરે 24 ઓક્ટોબરે તેના બોયફ્રેન્ડ રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા. સોશિયલ મીડિયા પર નેહા કક્કર અને રોહનના લગ્નના ફોટા અને વીડિયો ઘણા વાયરલ થયા હતા. તાજેતરમાં નેહા કક્કર અને રોહન કપિલ શર્માના શોમાં દેખાયા હતા. શોમાં, બંનેએ તેમની લવ સ્ટોરી અને લગ્ન વિશે ઘણા રહસ્યો ખોલ્યા. દરમિયાન, શો પર કપિલે નેહા કક્કર અને રોહનને ઘણા સવાલો પૂછ્યા.
શોમાં કપિલ નેહા સાથે ગેમ રમતો જોવા મળ્યો છે જેમાં તે તમામ અફવાઓ પર સવાલ ઉભો કરે છે. કપિલ પૂછે છે, ‘નેહા તમારા લગ્નના સંગીત અને રિસેપ્શન પાર્ટીમાં તમે જે ગીતો ગાયા હતા તેના માટે તમને શગુન મળ્યું, પણ અલગ તમે સસરાને બિલ પણ મોકલી દીધું હતું કે લગ્ન તો ઠીક છે પણ હું શો માટે પૈસા લઉ છું. જેના જવાબમાં નેહા કહે છે, ‘એક વાત કહું, મારા પપ્પાજી અને મમ્મીજી એટલા સીધા છે જો હું ખરેખર એમ કહીશ કે મેં લગ્નમાં મારી પર્ફોમન્સ આપી છે, તો હું પૈસા લઈશ, પછી તેઓ કહેશે કે, સારું, ઠીક છે, લઇ લે બેટા. તે ખૂબ જ પ્યારા છે. ‘