WAVES 2025 Summit શાહરૂખ ખાને WAVES 2025 સમિટ માટે PM નરેન્દ્ર મોદીની પહેલને સમર્થન આપ્યું, જાણો શું કહ્યું…
WAVES 2025 Summit શાહરૂખ ખાને WAVES 2025 સમિટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલની પ્રશંસા કરી છે. આ સમિટ આપણા દેશમાં 5મી ફેબ્રુઆરીથી 9મી ફેબ્રુઆરી 2025 વચ્ચે યોજાવા જઈ રહી છે. આ ક્રિએટિવ ઈવેન્ટ પ્રત્યે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા શાહરૂખે પીએમ મોદીનો આભાર માન્યો હતો. PM મોદીના ટ્વિટને ફરી શેર કરવું તે એક પ્રસંગ છે જે આપણા ઉદ્યોગ માટે ઉજવણીનો પર્વ છે અને ભારતીય અર્થવ્યવસ્થામાં તેના યોગદાનને સ્વીકારે છે, તેમજ સોફ્ટ પાવર તરીકે આપણી તાકાત તરીકે ઓળખે છે… અને સૌથી મહત્વનું એ છે સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરવાનો પ્રસંગ છે.! @narendramodi જી.”
It is with great anticipation that I look forward to WAVES – a film and entertainment world summit – to be held in our country itself. An occasion that celebrates our industry and acknowledges the role it plays in the Indian economy as well as its strength as a soft power… and… https://t.co/QE52Rs11NZ
— Shah Rukh Khan (@iamsrk) December 30, 2024
આ સમિટને ભારતીય ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગને વૈશ્વિક મંચ પર રજૂ કરવા અને તેના વિકાસને પ્રોત્સાહન આપવાની મોટી તક તરીકે ગણવામાં આવી રહી છે. શાહરૂખના આ સપોર્ટે તેના ફેન્સ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી ચર્ચા જગાવી છે.