રિયાલીટી શો બિગ બોસની બધી સિઝન એટલી જ ચર્ચામાં રહી છે. ત્યારે બિગ બોસની આ સિઝન પણ કઇ ઓછી ચર્ચામાં નથી રહી. સ્પર્ધકોના લડાઇ ઝઘડાએ મામલો ખૂબ જ ગરમાવ્યો છે. ત્યારે બિગ બોસ 17ના સ્પર્ધકો અભિષેક કુમાર અને સમર્થ જુરેલ વચ્ચેની લડાઈ ટોક ધ ટાઉન બની ગઇ છે. એટલું જ નહીં ઈશા માલવીયા અને સમર્થે ઘરની અંદર અભિષેક સામે મોરચો ખોલ્યો છે. આ દરમિયાન બોલિવૂડના કલાકાર રિતેશ દેશમુખ અભિષેકના સમર્થનમાં આવ્યા છે.
બિગ બોસના ઘરમાં ચાલી રહેલા ઝઘડા માટે અભિનેતા રિતેશ દેશમુખે અભિષેક કુમારને તેમનું સમર્થન પાઠવી પ્રતિક્રિયા આપી છે. આ માટે રિતેશ દેશમુખે ટ્વીટ પણ કર્યું છે. આ ટ્વીટમાં રિતેશે લખ્યું છે – “અભિષેક માટે દિલ દુખે છે.” આમ, રિતેશ દેશમુખે બિગ બોસના સ્પર્ધક અભિષેકની તરફેણ કરતી ટ્વીટ કરી છે.
આપને જણાવી દઇએ કે, સલમાન ખાનના શો બિગ બોસ 17ના સૌથી મજબૂત સ્પર્ધકોમાં અભિષેક કુમારનું નામ પણ સામેલ છે. છેલ્લા કેટલાક દિવસોથી શોમાં જોવા મળી રહ્યું છે કે ઘરના અન્ય સભ્યો ઈશા માલવીયા અને સમર્થ જુરેલે અભિષેક સામે પોક કરવાની રણનીતિ અપનાવી છે. જેના કારણે અભિષેક ખૂબ જ પરેશાન અને નિરાશ જોવા મળ્યો. પરંતુ સ્થિતિ એવી છે કે તાજેતરના એપિસોડમાં અભિષેક પોતાનો ગુસ્સો ગુમાવતો અને સમર્થને થપ્પડ મારતો જોવા મળશે.
Heart goes out to Abhishek #BiggBoss17
— Riteish Deshmukh (@Riteishd) January 2, 2024
અભિષેકે તોડ્યા બિગ બોસના નિયમો
અભિષેક કુમારે સમર્થ જુરેલને થપ્પડ મારીને બિગ બોસના ઘરના સૌથી મોટા નિયમનું ઉલ્લંઘન કર્યું છે. તે જાણીતું છે કે બિગ બોસના નિયમો અનુસાર ઘરનો કોઈ સભ્ય કોઈ પણ સંજોગોમાં બીજા સ્પર્ધકને થપ્પડ મારી શકે નહી. આવી સ્થિતિમાં બિગ બોસ અભિષેક કુમાર સામે શું કાર્યવાહી કરે છે તે જોવું રસપ્રદ રહેશે.