બોલીવુડ અભિનેત્રી શ્રીદેવીનું આબુધાબી સ્થિત હોટલના બાથટબમાં અચાનક નિધનથી લોકોના મનમાં ગણા પ્રશ્નો ઊઠ્યા હતા. ફોરેન્સિક રિપોર્ટમાં સામે આવ્યું છે કે એનું મોત બાથટબમાં ડૂબવાથી થયું છે. જણાવી દઇએ કે આ કોઇ પહેલો કેસ નથી, આ પહેલા પણ હોટલના રૂમમાં ઘણા મોત થયા છે, જેમાં નેચરલ ડેથથી લઇને મર્ડર અને સુસાઇડ જેવા ઘણા મામલા સામે આવ્યા છે. આ પ્રકારની ઘટના માટે તમે ઘણી વખત સાંભળ્યું હશે, પરંતુ શું તમે એવું વિચાર્યું છે કે આવા મોત બાદ હોટલના એ રૂમનું શું કરવામાં આવે છે?
આ બાબતે એક હોટલના મેનેજર રહી ચૂકેલા પોતાના બ્લોગમાં લખ્યું છે કે જો કોઇ વ્યક્તિનું મોત હોટલમાં થઇ જાય છે તો સૌથી પહેલા પોલીસ ઘટનાસ્થળ સુધી ના પહોંચે ત્યા સુધી એ રૂમને સીલ કરી દેવામાં આવે છે. પોલીસ ના આવે ત્યાં સુધી હોટલનો કોઇ પણ સ્ટાફ રૂમમાં મોજૂદ કોઇ પણ ચીડોને હાથ લગાવી શકશે નહીં.
જ્યાં સુધી પોલીસ પૂરી તપાસ ના કરી લે ત્યા સુધી હોટલનો એ રૂમ પર કોઇ પણ અધિકાર હોય નહીં. તપાસ પૂરી થયા બાદ જ હોટલ એ રૂમનો ઉપયોગ કરી શકો છો. પૂરી તપાસ થયા બાદ હોટલકર્મી સૌથી પહેલા રૂમમાં પૂરી રીતે સફાઇ કરે છે. રૂમમાં દરેક ખૂણામાં ઝીણવટથી સાફ કરવામાં આવે છે.
આવી બાબતોમાં હોટલ મેનેજમેન્ટનો પ્રયત્ન રહે છે કે એ રૂમનો નંબર કોઇને જાણ થાય નહીં, કારણ કે એનાથી લોકો એ રૂમમાં રહેતા અટકાય છે. એવામાં હોટલના માલિકનું નુકસાન થાય છે. મોટાભાગના મામલમાં મીડિયા દ્વારા આ રૂમ નંબર લીક થઇ જાય છે, જેને જોતા ઘણી વખત હોટલા રૂમની સીરિઝને બદલી દેવામાં આવે છે.