મુંબઈ : બોલિવૂડ ફિલ્મ ઉદ્યોગમાં પ્રાણનું નામ ખૂબ જ આદર સાથે લેવામાં આવે છે. બધી ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવ્યા પછી પણ પ્રાણે બહુ બહુ ઓછા કલાકારોને ભાગ્યે જ મળે તેવું સન્માન પ્રાપ્ત કર્યું. આ પ્રાણના નમ્ર અને હાર્દિક સ્વભાવને કારણે છે. પ્રાણનો જન્મ 12 ફેબ્રુઆરી 1920 માં જૂની દિલ્હીના બલ્લીમારાં વિસ્તારમાં થયો હતો.
પ્રાણને કો-સ્ટાર તરીકે 3 વખત બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મો ‘આંસુ બન ગયે મુસ્કાન’, ઉપકાર અને બેઈમાન હતી. પરંતુ વર્ષ 1973 માં, તેણે બેઈમાન ફિલ્મ માટે એવોર્ડ લેવાની ના પાડી. ફિલ્મમાં તેણે પોલીસ કોન્સ્ટેબલ રામસિંહની ભૂમિકા ભજવી હતી. આ ભૂમિકા માટે, તેમને સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તેણે આ ફિલ્મ માટે એવોર્ડ લેવાની ના પાડી.
આનું કારણ તે હતું કે, તે ફિલ્મફેરની પસંદગીથી નારાજ હતો. પ્રાણ સાહેબના મતે, શ્રેષ્ઠ સંગીતકાર માટે પાકિજા ફિલ્મનું સંગીત આપનાર સંગીતકાર ગુલામ મોહમ્મદને એવોર્ડ આપવો જોઈતો હતો. પરંતુ તેમને એવોર્ડ ન આપતા સંગીતનો એવોર્ડ બેઈમાન ફિલ્મના સંગીત માટે શંકર-જયકિશનને એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ વાતથી નારાજ પ્રાણે પોતાને મળેલો સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ લેવાની ના પાડી હતી.