મુંબઈ : જ્યારે સોશિયલ મીડિયા સેલિબ્રિટીઝ માટે તેમના ચાહકો સાથે સીધા જોડાવા માટેનું એક માધ્યમ છે, તો બીજી તરફ, સ્ટાર્સ કેટલીકવાર બિનજરૂરી રીતે ટ્રોલ થાય છે. સેલિબ્રિટીઓ ટ્રોલિંગ ટાળવા માટે તેમની પોતાની પદ્ધતિઓ અપનાવે છે પરંતુ શું તમે જાણો છો સુપરસ્ટાર સલમાન ખાન તેના સોશ્યલ મીડિયાને કેવી રીતે હેન્ડલ કરે છે.
ભાઈના શોમાં મહેમાન બન્યો હતો સલમાન
તાજેતરમાં સલમાન ખાન તેના ભાઈ અરબાઝ ખાનના શો પિંચમાં મહેમાન બન્યો હતો. આ શોનો ટ્રેલર વીડિયો અરબાઝે ખુદ તેના ટ્વિટર હેન્ડલથી શેર કર્યો છે અને આમાં અરબાઝ સલમાન ખાનને તેના સોશ્યલ મીડિયા સાથે જોડાયેલા કેટલાક સવાલો પૂછતા જોવા મળે છે. દબંગ ખાન પણ આ સવાલોના ખુલ્લેઆમ જવાબ આપી રહ્યા છે. સલમાન ખાને કહ્યું કે સોશિયલ મીડિયા પર તે જે પણ શેર કરે છે, તે ફક્ત શેર કરે છે અને નીકળી જાય છે.
સલમાન ચાહકોની ટિપ્પણીઓ વાંચતો નથી
સલમાને કહ્યું કે તે ન તો પાછું વળીને જોશે કે ન તો તે પોસ્ટ પર આવતી ટિપ્પણીઓ વાંચે. આના પર અરબાઝ ખાને તેના મોટા ભાઈને તેની સોશ્યલ મીડિયા પોસ્ટ પર કેટલીક ટ્રોલિંગ ટિપ્પણીઓ જણાવી અને આ અંગે તેમની પ્રતિક્રિયા પૂછવામાં આવી. આવી જ એક ટિપ્પણી હતી જેમાં એક સોશિયલ મીડિયા યુઝરે કહ્યું હતું કે – સલમાન ખાન અમારા પૈસાથી સારી રીતે સ્થાયી થયો છે. અમારા પૈસા પાછા આપો.
Shooting or having fun, it's the same with 'Bade Bhaiya' on the sets!
Watch the first episode of Pinch Season 2 on 21st July 2021.❤️EP#1 Teaser Link – https://t.co/hj165r46Xw@QuPlayTv @quickheal @ZEE5India @PolycabIndia@aamwalla @BreezePowai @MYFMI @officialjoshapp
— Arbaaz Khan (@arbaazSkhan) July 19, 2021
સલમાન ખાનનો જવાબ શું હતો
આ અંગે સલમાન ખાને આપેલી પ્રતિક્રિયા સાથે કદાચ તેનો દરેક ફેન સંમત થશે. સલમાન ખાને કહ્યું- પૈસાની ચોરી નથી કરી. દિલ ચોર્યા હશે. સલમાન ખાનની વાતમાં અવરોધ કરતા અરબાઝે કહ્યું હતું કે અને હું તે પાછા આપીશ નહીં. તેના પર દબંગ ખાને પોતાની શૈલીમાં કહ્યું – ના, એવું નથી. જો વધુ સમસ્યા હોય તો પરત પણ કરી દવ છું.