મુંબઈ : બોલિવૂડના એક્ટર સૈફ અલી ખાન અને અભિનેત્રી કરીના કપૂરના પુત્ર તૈમુર અલી ખાનનો આજે જન્મદિવસ છે. આ પ્રસંગે આજે પણ તૈમૂરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ દરમિયાન તૈમૂરનો એક વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે જોરજોરથી રડતો જોવા મળી રહ્યો છે.
ખરેખર, તૈમૂરનો આ વીડિયો 4 દિવસ જૂનો છે, જે એક પાર્ટી દરમિયાન બનાવવામાં આવ્યો હતો. આ વીડિયોમાં તૈમૂરની આંખો તેની માતા કરીનાને શોધતી જોવા મળી રહી છે. જ્યારે તૈમૂર તેની માતાને આસપાસ જોતો નથી, ત્યારે તે રડવા લાગે છે. તે વારંવાર એવું કહેતો દેખાય છે કે તેણી (માતા) આવી રહી નથી.