મુંબઈ : ભારતીય વાયુસેના (આઈએએફ)એ અભિનેતા અનિલ કપૂરની નેટફ્લિક્સ ફિલ્મ એકે વિ એકે (AK vs AK)માં એરફોર્સના અધિકારી તરીકેની ભૂમિકા જે રીતે દર્શવવામાં આવી છે તેના પર સખત વાંધો ઉઠાવ્યો છે. ભારતીય વાયુસેનાના એક ટ્વિટમાં કહ્યું છે કે આવા દ્રશ્યને તાત્કાલિક હટાવી દેવા જોઈએ. અનિલ કપૂરે સોમવારે અનુરાગ કશ્યપ સાથે તેની નેટફ્લિક્સ ફિલ્મ ‘એક વિ એકે’ નું ટ્રેલર ટ્વિટર પર શેર કર્યું છે. તેનો વીડિયો રિટ્વીટ કરતી વખતે ભારતીય વાયુ સેના (આઈએએફ) એ જોરદાર વાંધો વ્યક્ત કર્યો છે. આઈએએફએ આ અંગે વાંધો ઉઠાવ્યો છે અને સંબંધિત દ્રશ્યો હટાવવાની માંગ કરી છે.
ફિલ્મ એકે વિ એકેમાં અનિલ કપૂર અને અનુરાગ કશ્યપ મુખ્ય ભૂમિકામાં છે. ટ્રેલરના કેટલાક દ્રશ્યોમાં અનિલ કપૂર એર ફોર્સનો ગણવેશ પહેરેલો જોવા મળે છે. આ દ્રશ્ય સામે વાંધો ઉઠાવતા ભારતીય વાયુસેનાએ ટ્રેઇલરને રીટ્વીટ કરતા લખ્યું છે કે આ વીડિયોમાં ભારતીય વાયુ સેનાનો ગણવેશનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે, આ સાથે જ જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો તે પણ યોગ્ય નથી. તે સૈન્ય દળોના વાસ્તવિક વર્તનને પ્રતિબિંબિત કરતું નથી. સૈન્યને લગતા આ દ્રશ્યને કોઈ પણ વિલંબ કર્યા વિના આ ફિલ્મમાંથી દૂર કરવા જોઈએ.
The IAF uniform in this video is inaccurately donned & the language used is inappropriate. This does not conform to the behavioural norms of those in the Armed Forces of India. The related scenes need to be withdrawn.@NetflixIndia @anuragkashyap72#AkvsAk https://t.co/F6PoyFtbuB
— Indian Air Force (@IAF_MCC) December 9, 2020
તમને જણાવી દઈએ કે, એકે વિ એકેનું દિગ્દર્શન વિક્રમાદિત્ય મોટવાનેએ કર્યું છે. આ ફિલ્મ 24 ડિસેમ્બરે રિલીઝ થશે. લોકો કોમેન્ટ કરીને સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.