રશિયન મોડેલ વિક્ટોરિયા ઓડિન્ટકોવાએ ઈન્ટરનેટ પર ખલબલી મચાવી દીધી છે. કારણ કે તેના બોલ્ડ ફોટોશૂટ જાણે કે સોશિયલ મીડિયામાં એક તોફાન લઈને આવ્યું હોય એવું લાગી રહ્યું છે. તે બોલિવૂડની ઈશા ગુપ્તા સાથે પણ ખૂબ સમાનતા ધરાવે છે.
મોડેલ વિક્ટોરિયા ઓડિન્ટકોવા બોલિવૂડની અભિનેત્રી ઈશા ગુપ્તા સાથે અસામાન્ય સામ્યતા રાખીને હેડલાઇન્સમાં બધાનું ધ્યાન ખેંચી રહી છે. ઇંસ્ટાગ્રામ પર 4 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતી વિક્ટોરિયાએ ઘણા ફોટોશૂટમાં અદ્દલ ઈશા ગુપ્તાની જેમ જ પોઝ આપ્યાં છે.
2017માં જ્યારે તેણે દુબઈમાં 73-માળના કેયાન ટાવરની ટોચ પર ખતરનાક ફોટોશૂટ કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેની ચર્ચા ચોતરફ થઈ રહી હતી. અહેવાલ મુજબ તેણીએ આ ફોટોશૂટ પરવાનગી લીધા વગર જ કર્યું હતું અને તેના પર જરૂરી પગલાં પણ લેવાયા હતા.
વિક્ટોરિયાને તેનાં આ કૃત્ય માટે ચેતવણી પણ આપવામાં આવી હતી અને તેને ધમકી પણ આપવામાં આવી હતી. તેણીએ એક દસ્તાવેજ પર સહી કરી હતી જ્યાં ભવિષ્યમાં આવા કૃત્યોનું પુનરાવર્તન ન કરવા વિક્ટોરિયાને કહેવામાં આવ્યું હતું. આવી કૃત્ય કરવાની હિંમત ધરાવતી રશિયન મોડેલ વિક્ટોરિયાએ લખ્યું, “હું હજી પણ વિશ્વાસ કરી શકતી નથી કે મેં તેવું કેમ કર્યું હતું.