હેંકિંગ વિશે તો તમે ઘણીવાર સાંભળ્યુ હશે, પરંતુ ક્યારેય બાયો હેકિંગ વિશે સાંભળ્યુ છે? હાલમાં જ એક મહિલા સોફ્ટવેર એન્જીનિયરે બાયો હેકિંગ કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. મહિલાએ પોતાના હાથમાં એક ચિપ ઈન્સ્ટોલ કરી હતી. વાસ્તવમાં મહિલાએ હાથને જ ટેસ્લા કારની ચાવી બનાવી દીધો હતો.
ટેકક્રંચનાં રિપોર્ટ મુજબ મહિલા એન્જીનિયરનું નામ એમી ડીડી છે, જે ગેમ ડેવલોપર અને પ્રોગ્રામર છે. એમી ડીડીએ બાયો હેકિંગનો એક વીડિયો પણ શેર કર્યો હતો. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છેકે, મહિલાએ ટેસ્લાની મોડલ 3 કારની વોલેટ કાર્ડથી RFID ચિપ કાઢીને પોતાના હાથમાં ઈન્સ્ટોલ કરી દીધી હતી. તેના માટે એન્જીનિયરે પ્રોફેશનલ બોડી મોડિફિકેશન્સની મદદ લીધી હતી.
જોકે આ પહેલીવાર નથી કે એમી ડીડીએ બાયો હેકિંગ કર્યુ હોય. આની પહેલાં પણ એમીએ બીજા હાથમાં ઘરના દરવાજાને ખોલવા માટે એક્સેસ કંટ્રોલ ચિપ લગાવી હતી. તેની જાણકારી એમીએ પોતે પોતાના બ્લોગમાં આપી હતી. આ ચિપ દ્વારા એમી પોતાના ઘરનો દરવાજો ખોલતી હતી.
એમીએ જણાવ્યુ હતુકે, હાથમાં ચાવીની ચિપને ઈન્સ્ટોલ કરવા પાછળનો હેતું હાથથી કારને સ્ટાર્ટ કરવાનો હતો. એમીએ એવું પણ જણાવ્યુ હતુકે, તે ટેસ્લાની બગ બાઉંટી પ્રોગ્રામમાં પણ સામેલ છે. એવામાં ટેસ્લા એમીને એક મોટી રકમ પણ આપશે, જોકે, તે રકમ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો ન હતો. હાથમાં ચિપને ઈન્સ્ટોલ કર્યા બાદ એમી આરામથી પોતાની ટેસ્લા કારને સ્ટાર્ટ કરે છે. હવે તેને ચાવીની જરૂર પડતી નથી.