એક સમયે દુનિયાની પોપ્યુલર પોર્ન સ્ટાર રહી ચુકેલી એડલ્ટ એક્ટ્રેસ બેઘર થઇ ગઇ છે અને આજે સુરંગમાં રહેવા મજબૂર થઇ છે. એક ટીવી ચેનલની ટીમે પૂર્વ પોર્ન સ્ટાર જેની લીને અમેરિકા પાસે લાસ વેગાસની એક સુરંગમાંથી શોધી કાઢી. 37 વર્ષીય જેની લી ઉર્ફે સ્ટીફની સેડોરાની ગણતરી થોડા વર્ષે પહેલાં સુધી દુનિયાની સૌથી સફળ એડલ્ટ એક્ટ્રેસ થતી હતી.
લાસ વેગાસની સુરંગો પર ડોક્યુમેન્ટ્રી બનાવી રહેલી એક ડચ ટીવી ટીમની અચાનક જ પૂર્વ પોર્ન સ્ટાર સાથે મુકાલાત થઇ. હકીકતમાં શહેરને પૂરથી બચાવવા માટે સુરંગ બનાવવામાં આવી જેમાં બેઘર લોકો રહેવા લાગ્યાં.
320 કિમી લાંબી આ સુરંગમાં આશરે 300 લોકો રહે છે જેમાં કેટલાંક ડ્રગ એડિક્ટ પણ છે.એક આંકડા અનુસાર આ સમયે પણ એડલ્ટ સ્ટાર વચ્ચે જેની લીની રેન્કિંગ 119મા ક્રમે છે. એક વેબસાઇટ પર આજે પણ તેને 45 હજાર લોકો સબસ્ક્રાઇબ કરે છે.પરંતુ આજે જેનીએ ઝાકઝમાળ ભરેલા લાસ વેગાસ શહેરમાં એક અંધકારમય સુરંગમાં રહેવું પડે છે. જેનીએ તેમ પણ કહ્યું કે તે હવે સુરંગની બહાર નહી આવે.
જેની કહે છે કે તેને જે જોઇએ, તે બધુ જ સુરંગમાં છે. તેણે કહ્યું કે, સુરંગમાં રહેતાં લોકો સાથે તેને વધુ આત્મીયતા છે. તેણે અહીં સાચા મિત્રો મેળવ્યાં છે. પરંતુ તે સ્પષ્ટ થઇ શક્યું નથી કે કેવી સ્થિતીમાં જેનીએ સુરંગમાં રહેવા માટે આવવું પડ્યું. જણાવી દઇએ કે સુરંગોમાં જીવન સરળ નથી. ઘણીવાર પોલીસ સર્ચ અભિયાન ચલાવે છે તો બીજી બાજુ પૂરનું પણ જોખમ પણ છે. એક શખ્સે જણાવ્યું કે 2016માં સુરંગમાં પાણી ભરાવાના કારણે એક યુવતી ડૂબી ગઇ હતી અને તેનું મોત નિપજ્યું હતું.