YODHA:બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને રાશિ ખન્ના આ દિવસોમાં તેમની આગામી થ્રિલર ફિલ્મ ‘યોધા’ માટે ચર્ચામાં છે. દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું નવું પોસ્ટર હવામાં લૉન્ચ કરવામાં આવ્યું છે, જેનો વીડિયો કરણ જોહરે શેર કર્યો છે. આ સાથે ‘યોદ્ધા’ના ટીઝરની રિલીઝ ડેટ પણ સામે આવી છે. સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘યોધા’નું ટીઝર 19 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.
