મુંબઈ : ઘણા બોલિવૂડ સ્ટાર્સે ફેમિના બ્યૂટી એવોર્ડ 2020 માં હાજરી આપી હતી. એવોર્ડમાં બોલિવૂડ સ્ટાર્સ જોવા મળ્યા હતા. સૌંદર્ય પુરસ્કારો માટે કેટરીના કૈફથી લઈને અનન્યા પાંડે સુધીની એક્ટ્રેસ સુંદર લુક સાથે ઉપસ્થિત હતી. જેમાં સૌથી વધુ ચર્ચામાં છે કેટરિના કૈફનું વ્હાઇટ ગાઉન. આ દિવસોમાં, કેટરીનાએ તેના પોશાકની કિંમતને લઈને સોશિયલ મીડિયા પર પ્રભુત્વ જમાવ્યું છે. કેટરિના કૈફ સોશિયલ મીડિયા પર બહુ સક્રિય નથી, પરંતુ ઇન્ટરનેટ પર આવતાની સાથે જ તેના ફોટા અને વીડિયો વાયરલ થાય છે.
હવે કેટરિના તેના વ્હાઇટ ગાઉનની કિંમતને લઈને ચર્ચામાં છે. કેટરિના કૈફ 18 ફેબ્રુઆરીએ યોજાયેલા ફેમિના વ્યૂટી એવોર્ડ શોનો ભાગ બની હતી. કેટરિનાએ વ્હાઇટ કલરનું ગાઉન પહેર્યું હતું. આ પોશાકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી.
આ સુંદર સફેદ ગાઉનની કિંમત સાંભળીને તમારા હોશ ઉડી જશે. ખરેખર, મીડિયા અહેવાલ મુજબ, ડિઝાઇનર એલેક્સ પેરીના આ ડ્રેસની કિંમત 1,93,464 રૂપિયા છે. તમને જણાવી દઈએ કે આ એવોર્ડ શોમાં કેટરીનાને તેની કંપની ‘કે-બ્યુટી’ માટે પહેલો એવોર્ડ મળ્યો હતો. કેટરિના કૈફે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતી વખતે ચાહકો સાથે આ ખુશી શેર કરી હતી. કેટરિના કૈફના આ ફોટો પર ચાહકો ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે.