પોપ્યુલર વિડીયો શેરિંગ વેબસાઈટ YouTube પોતાનું મેસેજ ફીચર બંધ કરી રહી છે. 18 સપ્ટેમ્બરના રોજ યુઝર્સ મેસેજનું ફીચર ઉપયોગ કરી શકશે નહિ. 2017માં YouTube પર પ્રાઇવેટ મેસેજનું ફીચર આવ્યું હતું જે અંતર્ગત યુઝર્સ એકબીજાને પ્રાઇવેટ મેસેજ કરી શકતા હતા પરંતુ હવે ગૂગલે આ ફીચરને હટાવવાનો નિર્ણય લીધો છે.
ગૂગલે YouTube ના સપોર્ટ પેજ પર કહ્યું છે, બે વર્ષ પહેલા અમે YouTube પર ડાયરેક્ટ મેસેજ દ્વારા વિડીયો શેર કરવાનું ફીચર લાવ્યા હતા. ત્યારે અમે પબ્લિક કન્વર્ઝેશન પર પણ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું અને આ કોમેન્ટ,પોસ્ટ અને સ્ટોરીઝ સાથે અપડેટ કર્યું છે.
ગૂગલે કહ્યું છે, કંપની સતત પોતાની પ્રાથમિકતાઓ પર પુનમૂલ્યાંકન કરી રહી છે અને આવી રીતે હવે YouTubeના નેટિવ ડાયરેક્ટ મેસેજ ફીચરને બંધ કરવામાં આવી રહ્યું છે. હવે કંપની પબ્લિક કન્વર્ઝેશન પર ફોકસ કરશે.
YouTube ના પ્રાઇવેટ ચેટની તમે હિસ્ટ્રી રાખવા માટે માંગો છો તો તમારે ગૂગલની આ લિંક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો. પરંતુ તમારે આ પહેલા ગૂગલ એકાઉન્ટથી લોગઇન કરવાનું રહેશે આ સિવાય YouTube એપમાં જઈને પણ તમે ડાઉનલોડ કરી શકો છો.
હાલમાં જ ગૂગલે પોતાના બીજા એપ્સ બંધ કર્યા છે. ટ્રીપ પ્લાનિંગ એપ,ગૂગલ એલ્લો અને ગૂગલ પ્લસને પણ બંધ કરી દીધું છે. YouTube YouTube કિડ્સને ટાર્ગેટ કરતી જાહેરાત પણ ખતમ કરી શકે છે. ફેડરલ ટ્રેડ કમિશન આ અંગે તપાસ કરી રહ્યું છે કે તેમણે કોઈ ઓનલાઇન પ્રાઇવસી એક્ટનું તો ઉલ્લંઘન કર્યું નથી ને!. એજન્સી સાથે સેટલમેન્ટની વાત ચાલી રહી છે પરંતુ હજુ સુધી કોઈ ટર્મ્સ કહેવામાં આવ્યા નથી.