નવી દિલ્હી : માલદિવ્સમાં વોલીબોલ રમવાની વાત હોય કે પછી મધ્યપ્રદેશના કાન્હા નેશનલ પાર્કમાં ફરવાની, ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની દરેક બાબતો માટે સોશિયલ મીડિયાનું ધ્યાન આકર્ષિત કરે છે. હવે તે મુંબઈમાં જોવા મળ્યો હતો જ્યાં તે તેની પુત્રી જીવા ધોની સાથે ફોટોશૂટ કરતો હતો. મેકઅપ સેશન દરમિયાન તેની પુત્રી જીવા તેની મેકઅપ આર્ટિસ્ટ બની હતી. આ દરમિયાન શૂટ કરવામાં આવેલો વિડીયો ધીરે ધીરે વાયરલ થઈ ગયો છે. આ વીડિયોમાં જીવા ધોનીના ચહેરા પર બ્રશ ફેરવતી જોવા મળી રહી છે. આ દરમિયાન ધોનીની હેર સ્ટાઈલિશ સપના મોતી ભવાની તેને નજીકથી જોઈ રહી હતી. આ વીડિયો એમએસ ધોનીના ફેન ક્લબ દ્વારા શેર કરવામાં આવ્યો છે.
.@msdhoni’s little makeup artist on duty!? #Dhoni #MSDhoni #Ziva #Mumbai pic.twitter.com/Nc3UOWEq9f
— MS Dhoni Fans Official (@msdfansofficial) February 15, 2020