ટેકનોલોજી સાથે વેપારનો સંગમ: જામનગરમાં લાગ્યું માવાનું અનોખું એટીએમ
જામનગરના વેપારી અશ્વિનભાઈ છૈયાએ લોકો માટે અનોખું સોલ્યુશન ઊભું કરી નમૂનાદાર ઉદાહરણ પૂરું પાડ્યું છે. હવે કોઈ પણ સમયે તાજો માવો અથવા મસાલો મેળવવો હોય તો ફક્ત એક QR કોડ સ્કેન કરો અને માવાની થેલી તમારા હાથમાં!
રાતે દુકાન બંધ? ચિંતા નહી, માવા માટે ‘ફાકી મશીન’ હાજર
જામનગરના સાંઢીયા પુલ રોડ પાસે અશ્વિનભાઈની દુકાનની બહાર લગાવવામાં આવેલ આ મશીનમાં કુલ 60 પ્રકારના મસાલા રાખી શકાય છે. ગ્રાહક QR કોડ સ્કેન કરીને ઓનલાઇન પેમેન્ટ કરે છે અને તરત માવાની પેકેટ બહાર આવે છે. ખાસ વાત એ છે કે આ મશીન 24 કલાક કાર્યરત રહે છે, એટલે દુકાન બંધ હોય ત્યારે પણ લોકોએ માવાની વ્યવસ્થા સરળતાથી કરી શકે છે.
પ્રેરણા રાજકોટથી: ટેક્નોલોજીની સમજ અને નફો બંને મળ્યા
અશ્વિનભાઈએ આ ટેક્નોલોજી સૌપ્રથમ રાજકોટમાં જોઈ હતી અને ત્યારપછી જ જામનગરમાં આ મશીન સ્થાપિત કરવાનો વિચાર કર્યો. લગભગ ₹30,000 ખર્ચ કરીને લવાયેલ મશીનથી હવે દરરોજ 40થી વધુ પેકેટ મસાલા વેચાય છે. અને આશરે રૂ. 500 જેટલો વધારાનો નફો થવા લાગ્યો છે.
ગ્રાહકો માટે સુવિધા, વેપારીઓ માટે નફો
દુકાન બંધ હોય ત્યારે પણ લોકો મશીનથી માવો મેળવી શકે છે, તેથી જે ગ્રાહકો પહેલાં બીજી દુકાનમાંથી મસાલો લેતાં હતાં, હવે તેમને અહીંથી ઓછા સમયમાં અને સરળતાથી માવો મળે છે. ઘણા ગ્રાહકો માટે હવે આ માવાનો સ્વાદ એટલો પસંદગીનો થઈ ગયો છે કે તેઓ ફરી ફરી આવીને ખરીદી કરે છે.
ટેકનિકલ મશીન પણ લાભદાયક સાબિત થયું
આ મશીનમાં ગોઠવાયેલ વ્યવસ્થા એટલી સરળ અને વ્યવહારૂ છે કે લોકોનો વ્યવહારો પણ સરળ બની ગયો છે. સ્કેન કરો, પેમેન્ટ કરો અને માવો મેળવો – એવી સિસ્ટમ ગ્રાને હકો માટે ઘણું અનુકૂળ બની છે.