Farmer Relief Package: “54 લાખ ખેડૂત અમારા મા-બાપ છે” — ગોપાલભાઈ ઇટાલિયાનું નિવેદન
Farmer Relief Package: તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને માવઠાના મારથી રાજ્યભરના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. અનેક જિલ્લામાં ડાંગર, કપાસ, શાકભાજી અને અન્ય પાક બરબાદ થતાં ખેડૂતો પર આર્થિક સંકટ તોળાયું છે. આ સ્થિતિ વચ્ચે ગુજરાત સરકારએ રૂ. 10,000 કરોડના Farmer Relief Packageની જાહેરાત કરી હતી, જેથી ખેડૂતોને થોડી રાહત મળી શકે.
પરંતુ આ જાહેરાત બાદ રાજકીય મંચ પર વિવાદ અને ટકોરની લહેર ઉઠી છે. Congress અને AAP બંને પક્ષોએ સરકારના આ નિર્ણય પર આકરા પ્રહાર કર્યા છે.
‘Farmer Relief Package માત્ર મજાક’: Gopalbhai Italia
આપના વિસાવદર ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા (Gopalbhai Italia) એ રાજ્ય સરકારના રાહત પેકેજને “માત્ર એક મજાક” ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, “સરકારે ખેડૂતોના નુકસાનની વાસ્તવિક સ્થિતિ જાણ્યા વગર ફોર્મેલિટી પૂરું કરવા પેકેજ જાહેર કર્યું છે. ખેડૂતોને એટલી નાની સહાય આપવામાં આવી છે કે જેમાં તેમની ખેતીનો ખર્ચો પણ નીકળતો નથી.”

તેમણે વધુમાં ઉમેર્યું કે, “સરકારએ માત્ર 2 હેક્ટર સુધી મર્યાદિત સહાય જાહેર કરી છે, જ્યારે ઘણાં ખેડૂતોના પાકનું નુકસાન હજારો રૂપિયાનો છે. સરકારે ખેડૂતોની બધા નુકસાનીની પૂર્તિ કરવી જોઈએ અને દેવા માફ કરવાની જરૂર છે.”
ગોપાલભાઈ ઇટાલિયાનો કોંગ્રેસ પર પણ પ્રહાર
ગોપાલભાઈ ઇટાલિયાએ પોતાની પ્રતિક્રિયામાં માત્ર સરકાર જ નહીં, પણ Congress પાર્ટી પર પણ સીધી ટકોર કરી. તેમણે કહ્યું, “હું ધારાસભ્ય બન્યો ત્યારથી કોંગ્રેસ મારા વિરોધમાં જ બોલી રહી છે. પરંતુ હું ખેડૂતો માટે જ લડીશ.”
તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું — “ગુજરાતના 54 લાખ ખેડૂત અમારા માટે મા-બાપ સમાન છે. અમે તેમની પીડા સમજીને જ આંદોલન કરી રહ્યા છીએ. કોંગ્રેસને જોઈએ કે તે સરકાર સામે લડે, મારા સામે નહીં.”

રાજકીય મંચ પર ઉઠેલો ખેડૂત પ્રશ્ન
રાજ્ય સરકારના Farmer Relief Package બાદ રાજકીય પરિસ્થિતિ વધુ ગરમાઈ ગઈ છે. એક તરફ સરકારે કહ્યું છે કે આ પેકેજ “ઈતિહાસમાં સૌમોટું ખેડૂત સહાય પેકેજ” છે, જ્યારે બીજી તરફ વિપક્ષી નેતાઓ દાવો કરે છે કે આ માત્ર ચૂંટણીપૂર્વ રાજકીય દાવપેચ છે.
ખેડૂતોના સંગઠનો પણ હવે સરકાર પાસેથી વધુ સ્પષ્ટતા માંગે છે — ખાસ કરીને પાકના પ્રકાર, વિસ્તાર અને વાસ્તવિક નુકસાનના આધારે સહાય વિતરણ અંગે.
ખેડૂતો માટે જાહેર કરાયેલું આ Farmer Relief Package હાલ રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. એક તરફ સરકાર આ પેકેજને ઐતિહાસિક ગણાવી રહી છે, તો બીજી તરફ ગોપાલભાઈ ઇટાલિયા જેવા વિપક્ષી નેતાઓ તેને ‘મજાક સમાન’ કહી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે આ મુદ્દે ખેડૂતોને વાસ્તવિક રાહત મળે છે કે રાજકીય વચનો સુધી જ સીમિત રહે છે.

