વૈજ્ઞાનિકોને પડકાર
દિલીપ પટેલ અમદાવાદ
સુરેન્દ્રનગરના ધાગંધ્રાના હરીપર ગામના 55 વર્ષના ખેડૂત વિનુભાઈ જે પટેલ વરમોરાએ ખેતરમાં નિંદામણ નહીં કરીને સારો પાક લીધો છે. તેઓ કૃષિ વિજ્ઞાનીઓના નિંદામણના સંશોધનો અને બહુરાષ્ટ્રીય કંપનીઓના હર્બિસાઇડ્સના દાવાઓને પડકારી રહ્યા છે. તેઓ કહે છે કે, નિંદામણ પોતે તેના મૂળથી કૃષિ પાકને ફાયદો કરી રહ્યાં છે. પણ હર્બિસાઇડ્સ બનાવતી બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતાના ફાયદા માટે નિંદામણ નાશકો વેચી રહ્યાં છે. જે થોડા વર્ષોમાં ખેતરોને નુકસાન કરીને ખેડૂતોને આર્થિક રીતે ખતમ કરશે.
વિનુભાઈ પાસે 42 વીઘા જમીન છે. હાલ તેમના ખેતરમાં હળદરનો પાક છે જેમાં તેમણે નિંદામણ કરીને અને નિંદામણ નહીં કરીને બન્ને પાકનો વિગતો જાહેર કરી છે. જેમાં નિંદામણ નથી કર્યું તે હળદર સારી છે. જ્યારે નિંદામણ કરેલું છે તે પાક નબળો છે. તેઓ ઘણાં વર્ષોથી પોતાના ખેતરમાં અમૂક પાકમાં નિંદામણ બિલકુલ કરતાં નથી.
વિનુભાઈ કહે છે કે, મેં નિંદામણ બંધ કર્યું છે. જેને મારા ખેતમાં થવા દઉં છું. જમીનની અંદરની ઈલોકોજીને ખલેલ થતાં પાકને પુરું ન્યુટ્રેશન મળતું બંધ થયું છે. વિવિધપ્રકારના નિંદામણના મૂળ જમીનમાં ફાયદો કરે છે. એક જ જાતનું નિંદામણ રાખવાના બદલે 15થી 20 પ્રકારના નિંદામણ ખેતરમાં રાકશો તો મૂળ પાકના મૂળમાં ન્યુટ્રેશન લેવામાં મદદ થશે અને છોડ ખોરાક સારો બનાવી શકશે. નિંદામણ જમીનને બેસેન્સ કરવાનું કામ કરે છે. નિંદામણનું નિકંદન ન કાઢો અને નિયોજન કરો. હવે બાગાયત પાક વાળા નિંદામણ રાખવા લાગ્યા છે.
વિનુભાઈ કહે છે કે, ખેતર ખુલ્લું રાખવું ન જોઈએ. જમીન પર કંઈક હોવું જરૂરી છે. જમીન ઘાસથી કે હરિયાળીથી ઢંકાયેલી હોવી જોઈએ. કાંતો સુકા કચરાથી ઢંકાયેલી હોવી જોઈએ.જમીન પર આછ્છાદન કરેલું હોય તો નીચે એસી જેવું વાતાવરણ હોય છે. આમ થતાં એક ગ્રામ માટીમાં 300 કરોડ જીવો રહેવા લાગે છે. પાક માટે ફાયદાકારક જીવો પાકમાં ઉત્પાદન વધારે છે.
ખેતરની માટીમાં 45 ટકા માટીના કણો, 50 ટકા હવા, 5 ટકા બાયોમાસ કે કચરો હોવા જોઈએ. ઉપરાંત બેક્ટેરિયા હોવા જરૂરી છે. જે એમીનો એસિડ જેવા તમામ પ્રકારના ન્યૂટ્રેશન પેદા કરે છે. જે પાકને પોષણ આપે છે. તેથી ખેતર કોરૂં ન રાખો તેમાં નિંદામણ રાખો, કચરો રાખો.
ખેતરને જંગલ સમજો
વિનુભાઈ પટેલ કહે છે કે, દરેક નિંદામણના છોડની ખાસીયત હોય છે. તેના છોડ કે મૂળમાં દરેકમાં અગલ સુગંધ આવે છે. તેથી બધા જ ન્યુટ્રીશન અલગ છે. પણ પ્રકૃતિ માટે બધા સમાન છે. તેથી ખેતરમાં બાયોડાયવર્સિટી – જૈવ અને પાક વિવિધતા હોવી જોઈએ. એક પાકના બદલે સહજીવનમાં અનેક પાક ઉગાડવાથી ફાયદો છે. જંગલની જેમ ખેતર કામ કરે છે. પણ ખેડૂત ખેતરને ફેક્ટરી સમજે છે. તેને જંગલની જેમ સમજતો નથી. જંગલમાં જમીન પર પાંદડા હોય છે વૃક્ષોના કારણે જમીન પર સૂર્ય તાપ પડતો નથી. તેથી જંગલની માટી હંમેશા ફળદ્રુપ હોય છે.
ક્લોરોફિલ
સંશ્લેષણની ક્રિયા દ્વારા પાક માટે ક્લોરોફિલ બને છે. ક્લોરોફિલ પાકના મૂળ સુધી પહોંચે છે. મૂળિયામાં બેક્ટેરીયા માટે કામ કરે છે. ક્લોરોફીલ મૂળમાં રીલીઝ થાય છે. બેક્ટેરિયા અને સૂક્ષ્મ જીવાણું પાક માટે રસોઈ તૈયાર કરે છે. જમીનમાં તે કામ કરે છે. ક્લોરોફિલ ખાય અને તેમાંથી દરેક બેક્ટેરિયા પોતાની રીત પ્રમાણે પોષક તત્વો પેદા કરે છે. જેમાં નિંદામણ ઘણું મદદ કરી શકે છે. નિંદામણ પોતે તેના મૂળ દ્વારા કૃષિ પાકને જરૂરી એવા તત્વો પેદા કરીને આપે છે. જે કામ બેક્ટેરિયાની મદદથી થાય છે.
બેક્ટેરિયાનું કામ
પાકમાં નીચેથી ઉપર અને ઉપરથી નીચે ખોરાક લઈ જવી બે નળી હોય છે. જમીનમાં રસોઈ તૈયાર કરવાના બેક્ટેરિયા કરે છે. તે છોડમાં ઉપર જાય છે. દરેક પાકમાં એનાથી 8 થી 22 ટકા જેવી તીવ્ર વૃદ્ધિ થાય છે. મૂળના વિકાસમાં વધારો થાય છે. પાકમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, સલ્ફર અને અન્ય આવશ્યક પોષકતત્વો પેદા કરે છે. તેનાથી રાસાયણિક ખાતરોનો 25 થી 50 ટકા જેટલો ઓછો વપરાશ થાય છે. છોડ પાકના વિકાસ માટે જરૂરી ઘટકોના ઉત્પાદનમાં વધારો કરે છે. ગિબ્બેરેલીક એસિડનો ઉપયોગ કરવાથી પાકની અંકુરણ શક્તિમાં વધારો થાય છે. જમીનની જૈવિક ફળદ્રુપતા વધારે છે. જમીનની રચના અને પાણી સંગ્રહવામાં સુધારો થાય છે. અંકુરણમાં સુધારો કરે છે. નવા છોડના ભાગો, કળીઓ, દાંડી વધે છે. મૂળની સંખ્યામાં વધારો થાય છે. તેથી છોડમાં વધુ ફળો અને ફૂલો વધારે પેદા થાય છે.
ફાયદાકારક બેક્ટેરિયાથી એકંદરે ઉત્પાદનમાં 10 થી 20 ટકા વધારો થઈ શકે છે.
ક્લોન્સના ગુણોમાં સુધારો થાય છે. કાર્બન અને નાઈટ્રોજન તત્વના ગુણોત્તરમાં સુધારો થાય છે.
ગોર સામે લડતા બેક્ટેરિયા
કેટલાક બેક્ટેરિયા દ્વારા ઉત્પાદિત એન્ટિબાયોટિક્સ રોગકારક ફૂગને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. પાકમાં આવતી બીમારી અને જંતુઓના પ્રવાહનો નોંધપાત્ર પ્રતિકાર કરે છે.
રાઇઝોબિયમ
હવામાં 78 ટકા નાઈટ્રોજન છે. તેને હેઝોટો બેક્ટેરિયા ખાતરમાં રૂપાંતર કરી આપે છે. રાઇઝોબિયમ મૂળ ઉપર નાની નાની ગાંઠ બનાવે છે. આ બેક્ટેરિયાથી હેકટર દીઠ 80થી 100 કિલોગ્રામ નાઇટ્રોજન બને છે. તેથી ફેક્ટરીમાં બનતા નાઈટ્રોજન મોંઘા ભાવેથી ખરીદવું પડતું નથી. ખેતરમાં જ મફતમાં બની જાય છે. રાઈઝોબિયમ પ્રજાતિના બેક્ટેરિયા કઠોળ પાકો સાથે સહજીવન વિતાવી મૂળ ગાંઠોનું નિર્માણ કરે છે. જેના થકી નાઈટ્રોજન બને છે.
બેક્ટેરિયા હોર્મોન
બેક્ટેરિયા હોર્મોન જેવા કે ઓક્ઝિન, જીબ્રાલિક એસિડ વગેરેના ઉત્પાદન વડે પાક વનસ્પતિના વિકાસમાં વૃદ્ધિ સર્જે છે. આ બેક્ટેરિયલ પ્રજાતિને વનસ્પતિ વિકાસ કરનારા બેક્ટેરિયા કહે છે. મૂળના વિસ્તારમાં જીવતા મુક્તજીવી બેક્ટેરિયા (એકટોરાઈઝોસ્ફીયર), મૂળના બાહ્યત્વચા પર જીવતા બેકટેરિયા (રાઈઝોપ્લાન) અને મૂળની અંદર જોવા મળતા બેક્ટેરિયા (એન્ડોરાઈઝોસ્ફીયર) મુખ્ય છે. આ બેક્ટેરિયા બેસિલસ, રાઈઝોબિયમ, સ્યુડોમોનાસ, એઝોસ્પાઈરીલમ અને એઝોટોબેકટર વગેરેની પ્રજાતિઓ છે. આ પ્રકારના બેક્ટેરિયાનું મુખ્ય કાર્ય નાઈટ્રોજન સ્થાપિત કરવાનું છે.
એઝોસ્પાઇરીલમ ફોસ્ફરસ બનાવનાર
સુક્ષ્મજીવાણુંનું કદ મિલિમીટરના હજારમાં ભાગ હોય છે. વનસ્પતિ વર્ધકનું કામ કરે છે. ઇન્ડોલ એસિટીક એસિડ, ઇન્ડોલ બ્યુરિટિક એસિડ, ઓકઝીન, ગીબ રેલીન્સ બનાવી પાકની વૃદ્ધિ કરે છે.
બેસીલસ, સ્યુડોમોનાસ, એસ્પરજીલસ અને માઇકોરાઇઝા મુખ્ય છે. જીવાણુઓ એસિડ બનાવી અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરવાનું કામ કરે છે.
પોટાશ બનાવનાર
જમીનના જીવાણુઓ એસિડ અને પોલીસેકેરાઈડ બનાવી પોટાશનું છોડના મૂળ શોષી શકે તેવા સ્વરૂપમાં રૂપાંતર કરે છે. સૂક્ષ્મજીવાણુઓ 25 ટકા પોટાશ બનાવી શકે છે.
સ્થાનિક બેક્ટેરિયા
ખેડૂત કહે છે કે કાશ્મિરના ખેતરના બેક્ટેરિયા ગુજરાતની જમીનમાં કામ ન આવે. તેથી તૈયાર બેક્ટેરિયા લાવવાના બદલે સ્થાનિક પ્રજાતિના કુદરતી રીતે નિંદામણમાં પેદા થતાં બેક્ટેરિયા જ ઉપયોગી છે.
બીજ, ફૂગનાશકો અને અન્ય રાસાયણિક ખાતરો સાથે બેક્ટેરિયા વાળા ખાતર વાપરવાથી નુકસાન થઈ રહ્યું છે.
વિનાશ
જમીનમાં બેક્ટેરિયાની સંખ્યા દવા અને ખાતરના કારણે ઓછી થઈ છે. તેથી જમીનમાં ખોરાક ઓછો પેદા થવા લાગ્યો છે. ઉત્પાદન ઘટવાનું કારણ આ છે. ઘણા બેક્ટેરિયા બાષ્પી ભૂત કાર્બનિક તત્વોનું ઉત્સર્જન કરતા હોય છે. બ્યુટેન ડાયોલ, જે જૈવિક પરિબળો સામે વનસ્પતિમાં રોગ પ્રતિકારક ક્ષમતાનો વધારો કરે છે.
જંતુનાશક નિંદામણ નાશક દવાના કારણે જમીનમાં બેક્ટેરિયા રહેતા નથી.
શરત
નિંદામણ ન કરવાની એક શરત છે કે ઘાસની ઉંચાઈ મૂળ પાક કરતાં વધવી ન જોઈએ. જો તે વધે તો પાકને પ્રકાશ મળતો નથી. તેથી નુકસાન કરે છે. પાક કરતાં ઊંચા ઘાસ હોય તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી. સૂર્ય પ્રકાશની હાજરીમાં ક્લોરોફીલ બને છે.
ચેતવણી
પ્રાકૃતિક ખેતીમાં શરૂઆતમાં નિંદામણ કરવું પડે છે. કાર્બનની સ્થિતિ કેવી છે. જમીન કેટલી હદે બગડેલી છે જે જોઈને પછી જ નિંદામણ કરવું કે ન કરવું તે ખેડૂતોએ જાતે નક્કી કરવું પડે છે. નિંદામણ ન કરવાથી મોટું નુકસાન પણ થઈ શકે છે.
કૃષિ વિજ્ઞાનીઓની ભૂલ
વિનુભાઈ પટેલ કહે છે કે, કૃષિ યુનિવર્સિટીઓએ કઠોળના મૂળ એનાલીસીસ કર્યું છે. નિંદામણના મૂળનું સંશોધન કર્યું નથી. તેથી કૃષિ વિજ્ઞાનીઓ નિંદામણને દુશ્મન સમજે છે. નિંદામણની અનેક જાતો જમીનમાં તેના મૂળ દ્વારા પોષક તત્વો આપે છે. તેથી કૃષિ વિશ્વ વિદ્યાલયોએ નવેસરથી સંશોધન કરવાની જરૂર છે. જો તેમ થશે તો ઘણાં ઘાસ અને છોડ ખેતરમાં ઉપયોગી છે તે શોધી શકાશે અને તેનાથી રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડી શકાશે.
કૃષિ વિજ્ઞાન
કૃષિ વિજ્ઞાન એવું માને છે કે ખેતર માટે રોગ, જીવાત, પશુ-પ્રાણી અને નીંદણની 4 આફત છે. જેમાં રોગ દ્વારા 26.3 ટકા, જીવાત દ્વારા 9.6 ટકા, ઉંદર દ્વારા 13.8 ટકા અને નીંદણ દ્વારા 33.8 ટકા જેટલું નુકસાન પાક ઉત્પાદનમાં નોંધાયું છે. ઉપરાંત જંગલી ભૂંડ, નીલગાય અને જંગલી પશુ દ્વારા નુકસાન થાય છે.
કૃષિ વિજ્ઞાન એવું માને છે કે નીંદણોને કારણે 10થી 100 ટકા કૃષિ પાક ઉત્પાદન ઘટી શકે છે. કારણ કે નીંદણ એક હઠીલો, વણનોતર્યા, ઉત્પાદન અને ગુણવત્તામાં ઘટાડો, ખર્ચાળ, પ્રતિકૂળ એવો મોટો અને છુપો દુશ્મન છે. પણ
ધરો, ચીઢો, બડું, નાળી, દાભ હઠીલા નીંદણ છે. જળકુંભી, ઘાબાજરીયું, ગાજરઘાસ, અમરવેલ, આગિયો, વાકુંબો, ગંધારી ફુલ કાકરી, જંગલી જવ, ગુલ્લી દંડા, જંગલી કસુંબી, જંગલી રીંગણી, સરનાળી, પરદેશના આયાતી હઠીલાં આક્રમક નીંદણ છે. દુશ્મન દેશ માટે બિયારણની સાથે નિંદામણ મોકલીને છૂપું યુદ્ધ ખેલાતું હોવાનું નોંધાયું છે. અમરવેલ, આગિયો, ગંધારી ફુલ કાકરી હઠીલા નીંદણ છે. પણ ખેડૂતો એવું નથી માનતાં તેઓ તો આ ઘાસના મૂળને ખાતર કે બેક્ટેરિયા પેદા કરનારા માની રહ્યાં છે.
જૈવિક બેક્ટેરિયા તૈયાર ખાતર
આણંદ કૃષિ યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજી અને બાયોફર્ટીલાઇઝર પ્રોજેકટના ત્રણ દાયકાના સંશોધનો પછી જૈવિક ખાતરનાં વપરાશ અંગેની કુલ 40 ખેડુતોપયોગી ભલામણ કરવામાં આવેલી છે. ખેતરમાં તે આપવાનું વેપારી રીતે 5 વર્ષથી શરૂ થયું છે.
આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના વિજ્ઞાનીઓ માને છે કે, નિદોર્ષ, કુદરતી સજીવ ખાતર બાયોફર્ટીલાઇઝર છે. બાયોફર્ટીલાઇઝર એ રાસાયણિક ખાતરનું પૂરક છે. જૈવિક ખેતર હોય તો હેક્ટર દીઠ 20થી 50 કિલોગ્રામ નાઇટ્રોજન સ્થિર કરે છે. 30થી 50 કિલોગ્રામ ફોસ્ફરસ દ્રાવ્ય બનાવે છે. જમીનની સ્તર રચના, પી.એચ. સુધારી જમીનને ફળદ્રુપ અને જીવંત બનાવે છે. વનસ્પતિ વૃધ્દ્રિ વર્ધકો બનાવી છોડના વિકાસમાં મદદ કરે છે. પાક ઉત્પાદન 10થી 15 ટકા વધે છે. રાસાયણિક ખાતરોની આડ અસર ઘટે, પ્રદૂષણ ઘટે, ખેતી ખર્ચ ઘટે, સસ્તું, બિન ઝેરી અને વપરાશમાં સરળ છે.
બાયો ફર્ટિલાઇઝરમાં ગ્રામ/મિ.લિ. દીઠ 5થી 10 કરોડ જીવંત બેક્ટેરિયા હોય છે. ગુજરાતમાં મળતા તમામ જૈવિક ખાતર લિગ્નાઇટ નામના ખનીજ કોલસાના 100 મેશના પાવડર આધારિત છે. જે ટપક સિંચાઈ અને ગ્રીન હાઉસમાં વાપરી શકાય નહીં.
પ્રવાહી નાઈટ્રોજન બેક્ટેરિયાની 1 લિટરની બોટલ યુરીયાની 2 બેગ જેટલું કામ કરે છે અને પાકની ગુણવત્તા પણ વધારે છે. જૈવિક ખાતર જમીનમાં ખાતરના કારખાનાની જેમ કામ કરે છે. પ્રવાહી જૈવિક ખાતર નાઇટ્રોજન સ્થિર કરનાર અને ફોસ્ફેટ કલ્ચર બંન્ને 1 લિટર ઉપયોગ કરવાથી પ્રતિ હેક્ટરે 1 ગુણ ડીએપી જેટલી રાસાયણિક ખાતરની બચત આપે છે અને જમીનની જાળવણી કરે છે.
વિનુભાઈ પટેલ કહે છે કે, તૈયાર જૈવિક ખાતર દરેક વિસ્તાર માટે સરખું કામ કરતાં નથી. તેથી ખેડૂતોએ જાતે જ પોતાના ખેતરના બેક્ટેરિયા તેના શેઢાની વાડની જમીની માટીમાંથી બનાવી લેવા જોઈએ.
હર્બિસાઇડ્સનું બજાર
પાકોમાં નીંદણને નિયંત્રિત કરવા માટે હર્બિસાઇડ્સ જમીનમાં વપરાય છે. જેનું 90 ટકા બજાર વિદેશી કંપનીઓ પાસે છે. 2024-25માં ભારતના સંગઠિત પાક સંરક્ષણ રસાયણોનું બજાર આશરે રૂ. 24,500 કરોડનું છે. તેમાં જંતુનાશકો રૂ. 10 હજાર 700 કરોડ, હર્બિસાઇડ્સ રૂ. 8 હજાર 200 કરોડ અને ફૂગનાશકો રૂ. 5 હજાર 600 કરોડ છે. બે વર્ષ જંતુનાશકો કરતાં નિંદામણ નાશક વધારે વપરાતા હશે.
જેમાં નિંદણનાશક – હર્બિસાઇડ્સનો હિસ્સો રૂ. 8,200 કરોડ છે. ગુજરાતમાં રૂ.600 કરોડની હર્બિસાઇડ્સ વપરાતી હોઈ શકે છે. ગુજરાતમાં નવો વિકસિત ઝોન હર્બિસાઇડ ઉત્પાદન માટે એક મુખ્ય ક્ષેત્ર છે, હેમાની ઇન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓ સલ્ફેન્ટ્રાઝોન, મેટ્રિબ્યુઝિન અને પ્રોસલ્ફોકાર્બ જેવી હર્બિસાઇડ તકનીકીઓનું ઉત્પાદન કરે છે. IPL એ તેની PEDA દ્વારા ઉત્પાદન વધારવામાં આવી રહ્યું છે.
બહુરાષ્ટ્રીય કંપનીઓનું પ્રભુત્વ છે. બેયર, સિંજેન્ટા અને ADAMA જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓ છે, ત્યારે UPL અને ધાનુકા એગ્રીટેક જેવી ભારતીય કંપનીઓ કામ છે. વાર્ષિક 10%થી બજાર વધી રહ્યું છે.
જર્મનીની બેયર એજી 15 ટકા, ચીનની સિંજેન્ટા 12 ટકા, ચીનની એડીએએમએ 10 ટકા (સિનોકેમ હોલ્ડિંગ કોર્પોરેશન), અમેરિકાની કોર્ટેવા એગ્રીસાયન્સ 7 ટકા અને જાપાનની સુમીટોમો કેમિકલ 6 ટકા છે. ભારતની ધાનુકા એગ્રીટેક 6 ટકા, અને ક્રિસ્ટલ ક્રોપ 4% ટકા છે જે વિદેશી પેટન્ટ ખરીદીને વેચે છે અને રોયલ્ટી આપે છે.
મજૂરી અને હર્બિસાઇડ્સનું ખર્ચ
જીવાણુ, જીવાત, પોષક તત્વો, પાણી, સૂર્યપ્રકાશ, ઉપજ પર નિંદામણ અસર કરે છે. એવું ખેડૂતો અને કૃષિ વિજ્ઞાનીઓ માની રહ્યાં છે. નીંદણ દૂર કરવા જેનું મજૂરી ખર્ચ રૂ. 447 છે. હવે મજૂરો મળતા નથી. નિંદામણ નાના કે મોટા ટ્રેક્ટરથી દૂર કરવામાં આવી રહ્યાં છે. ડાંગરમાં રૂ. 1500 કરોડના નિંદામણ નાશક વપરાય રહ્યાં છે. ઘઉંમાં રૂ. 1 હજાર કરોડ હર્બિસાઇડ્સ વપરાય છે. એક એકરે હર્બિસાઇડ્સનું ખર્ચ રૂ. 850-900 છે. મજૂરો દ્વારા નીંદણ રૂ. 2,000 ખર્ચ થાય છે. એટલે માંગ વધી રહી છે. પણ જમીન ખરાબ થઈ રહી છે. પહેલા રાસાયણિક ખાતર, જંતુનાશક અને હવે હર્બિસાઇડ્સથી જમીન ખરાબ થશે. રોગ આવશે. ખર્ચ વધશે. આ એક ખર્ચાળ ચક્ર શરૂ થયું છે. તેમાં થોડા વર્ષ પછી ફાયદા કરતાં નુકસાન વધારે થવાનું છે.
દરેક પાકમાં અલગ અલગ નિંદામણ નાશક બજારમાં આવી રહ્યા છે. જે યંત્રો દ્વારા છાંટવામાં આવે ત્યારે કાયમ અસર કરતી નથી.
ICAR-નીંદણ સંશો
ધન નિયામક જેવી સંશોધન સંસ્થાઓ કામ કરે છે. જે જમીન અને ખોરાકમાં પણ આવી રહ્યાં છે.