ગોળી સર્જરી દ્વારા કાઢવામાં આવી હતી; ન્યુરોસર્જન ડૉ. જતીન માવાણીએ મેડિકલ રિપોર્ટ આપ્યો હતો.
“મહિલા RFO સોનલબેન સોલંકી ને માથામાં ગોળી વાગેલી હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. દર્દી જ્યારે અહીં પહોંચ્યા ત્યારે તેઓ ગંભીર રીતે લોહીલુહાણ હાલતમાં હતાં અને અચેત અવસ્થામાં હતાં. ઇમર્જન્સી ટીમે તરત જ તેમની CT સ્કેન અને અન્ય જરૂરી તપાસો હાથ ધર્યા. સ્કેનમાં ડાબી બાજુના મગજના ભાગમાં મેટલ જેવી વસ્તુ — બંદૂકની ગોળી — દેખાઈ આવી હતી.

અમે તાત્કાલિક સર્જરી કરીને મગજમાંથી તે ગોળી સફળતાપૂર્વક કાઢી લીધી છે. સર્જરી પછી તેમને ICU માં શિફ્ટ કરવામાં આવ્યા છે. હાલ તેમની સ્થિતિ અત્યંત ક્રિટિકલ છે, અને આગામી 48 કલાક તેમની માટે ખૂબ જ નિર્માણકારી રહેશે.
મગજના આંતરિક ભાગમાં ઇજા ગંભીર હોવાથી સતત મોનિટરિંગ હેઠળ રાખવામાં આવી રહ્યાં છે. હાલ તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર છે. અમે બધા જરૂરી ન્યુરો સપોર્ટ અને ઇન્ટેન્સિવ કેર આપી રહ્યા છીએ.”
